________________
શ્રમણ ધર્મ
૧૩૭.
તેઓની પાસે ઉપસંપદા લે. (તેઓની નિશ્રા સ્વીકારે) એવો ઉપસંપદાનો વિધિ છે. આ વિષયમાં વિશેષ પંચવસ્તુ ગ્રંથથી જાણી લેવું.
ચારિત્ર માટેની ઉપસંપદા બે પ્રકારની છે (૧) વૈયાવચ્ચ વિષયક, (૨) તપ વિષયક તે કાળની અપેક્ષાએ યાવજીવ સુધીની અને અમુક મર્યાદિત કાળ સુધીની પણ હોય છે. કહેવાનો આશય એ છે કે પોતાની ચારિત્રવૃદ્ધિ અને શુદ્ધિ માટે કોઈ સાધુ આચાર્યની વૈયાવચ્ચ કરવાનું સ્વીકારે કે કોઈ તપસ્વી તપ માટે ઉપસંપદા સ્વીકારે, તો પણ તે અમુક કાળ સુધી કે માવજીવ તેઓની નિશ્રામાં રહે.
હવે જ્ઞાનાદિની ઉપસંપદા સ્વીકારવાનો આંશિકવિધિ પંચવસ્તુ ગ્રંથના આધારે જણાવાય છે.
જ્ઞાનની ઉપસંપદાનો વિધિ છ હારોથી કહેવાશે. (૧) ભૂમિપ્રમાર્જન = પ્રથમ (વાચનાનું) સ્થળ-ભૂમિ પ્રમાર્જન કરવું. (૨) નિષદ્યા (આસન) = બે આસનો કરવાં. એક વાચનાચાર્ય, ગુરુ માટે અને બીંબું સમવસરણ (સ્થાપનાચાર્ય) માટે. (૩) અક્ષ = સ્થાપનાચાર્ય ઉત્સર્ગથી તેના વિના વાચના નહિ કરવી. (૪) કૃતિકર્મ (વંદન) = વાચનાચાર્યને વંદન કરવું. (૫) કાયોત્સર્ગ : સર્વ સાધુઓ વિઘ્ન નિવારવા માટે વાચનાના પ્રારંભમાં (અનુયોગ આઢાવણાર્થ) કાયોત્સર્ગ કરે. ત્યારબાદ ગુરુ સમક્ષ બેસી એકાગ્રપણે વાચના લે. વાચના પુરી થયા બાદ માત્રા વગેરેની બાધા ટાળીને - ગુરુની વિશ્રામણા વગેરે કરીને પછી, (૯) જ્યેષ્ઠને વંદન કરે. વાચનાચાર્ય પર્યાયથી નાના હોય તો પણ સઘળાયે વંદન કરે. (અહીં જ્યેષ્ઠથી સૂત્રાર્થના જ્ઞાતા અને વ્યાખ્યાનની શક્તિવાળા સમજવા.) આ રીતે લઘુ પર્યાયવાળા વાચનાચાર્યને વંદન કરવા છતાં વાચના લબ્ધિથી સંપન્ન હોવાથી રત્નાધિક જ છે, માટે ઉભય પક્ષે આશાતના નથી).
દર્શન ઉપસંપદાનો વિધિ પણ જ્ઞાન ઉપસંપદાની વિધિ મુજબ જાણવો. કારણ કે દર્શનપ્રભાવક “સન્મતિ તર્કવગેરે શાસ્ત્રો ભણવા માટે જ દર્શન ઉપસંપદા કહી છે.
ચારિત્રની ઉપસંપદામાં (૧) વૈયાવચ્ચની ઉપસંપદાનો વિધિ આ પ્રમાણે છે – જો બીજો વૈયાવચ્ચ કરનાર ન હોય તો આગંતુકને સ્વીકારી લેવો. પોતાની પાસે વૈયાવચ્ચ કરનાર હોય તો, આગંતુક ઇત્વરિક (થોડા કાળ માટે) કે યાવત્કથિક છે તે વિચારવું. જો બંને યાવત્કથિત હોય તો લબ્ધિમાન હોય તેને વૈયાવચ્ચ માટે રાખવો. બંને લબ્ધિમાન હોય તો આગંતુકને ઉપાધ્યાયની સેવામાં રાખવો. તે રીતે