________________
૧૬૦
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
વસતિ બહાર ખુલ્લા શરીરે) કાયોત્સર્ગ કરીને અતિઠંડીથી ઠરેલો મકાનમાં આવીને હવે અહીં વાયુ નથી” એમ મનને સમજાવે તે પછી ગધેડાના દૃષ્ટાંતથી ક્રમસ: એક, બે અને ત્રણ કપડા ઓઢે.
આ શયનનો વિધિ કહ્યો. આ વિષયમાં ઓઘનિયુક્તિ, યતિદિનચર્યા વગેરેમાં અનેકવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. વિશેષ જિજ્ઞાસુએ તે અવગાહવા ભલામણ. ll૯૯ી.
રાત્રિના પ્રથમ પ્રહરનું કર્તવ્ય કહીને હવે બીજા અને ત્રીજા પ્રહરનું કર્તવ્ય જણાવતાં ગ્રંથકારશ્રી કહે છે કેमूलम् - स्थविराणां द्वितीयेऽपि, यामे सूत्रार्थभावनम् । .
સદ્ધરાત્રિાસ્ય, તૃતીયે પ્રહ ર સે. ૨૦૦૫ ગાથાર્થ સ્થવિર સાધુઓએ બીજા પ્રહરમાં પણ સૂત્રાર્થનું ચિંતન કરવું અને ત્રીજો પ્રહર શરૂ થાય ત્યારે તેઓએ અંધરાત્રિક (અદ્ધરી) કાળ લેવો.
ટીકાનો સંક્ષેપભાવાર્થ : સ્થવિર (પ્રૌઢ ગીતાર્થ) સાધુઓએ રાત્રિના પ્રથમ પ્રહરની જેમ બીજા પ્રહરે પણ સૂત્રાર્થનું ચિંતન કરવું તે સાપેક્ષ યતિધર્મ છે. પછી ત્રીજો પ્રહર શરૂ થાય ત્યારે તે જ સ્થવિર સાધુઓએ અદ્ધરાત્રિક નામના બીજા કાળને ગ્રહણ કરવો, અર્થાતુ અદ્ધરત્તી કાળગ્રહણ લેવું. આ રીતે પ્રૌઢ સાધુઓ શેષ નિદ્રાધીન થયેલા સાધુઓના રક્ષણ માટે જાગતા રહે અને સૂત્રાર્થનું ચિંતન કરતા બીજો પ્રહર પૂર્ણ કરે. ત્રીજા પ્રહરની શરૂઆતમાં ઉપાધ્યાયાદિ વડીલને જણાવી અર્ધ્વત્રિક કાળ લે. કારણ કે તે સમયે અન્ય સાધુઓ સૂતેલા હોય છે. ||૧૦૦ગા.
હવે રાત્રિના ત્રીજા પ્રહરનું સંપૂર્ણ કર્તવ્ય જણાવે છે કે - मूलम् - ततोऽवबोधश्चगुरो-स्तेषां च शयनं तथा ।
उद्वर्तनादियतना, सन्मनोरथचिन्तनम् ।।१०१।।
૧૭. ગધેડો જ્યારે તેની શક્તિ અનુસાર લાદેલો ભાર ઉપાડવા ન ઇચ્છે ત્યારે માલિક કુંભાર
બીજો વધારે ભાર ભરે અને પોતે પણ ઉપર બેસે, એમ થોડુંક ચલાવ્યા પછી પોતે ઉતરી જાય ત્યારે ગધેડો માને કે “મારો ભાર ઊતરી ગયો’ એથી જલ્દી ચાલવા માંડે, વળી થોડુંક ગયા પછી વધારાનો ભરેલો માલ પણ કુંભાર ઉતારી નાખે ત્યારે અતિશીધ્ર ચાલવા માંડે, એમ સાધુ શીતપરીષહનો જય કરવા બધા કપડા ઉતારી નાખી એક એક ઓઢતાં સમાધિ કેળવે. અપવાદથી તો જેમ સમાધિ જળવાય તેમ કરવું.