________________
૧૫૮
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
:
66
સંયંમની આરાધનામાં સ્ખલના થતી હતી ત્યારે “તમારા જેવાને આમ કરવું યોગ્ય નથી’ વગેરે મધુર શબ્દોથી પ્રેરણા કરી, પ્રતિષોતિઃ = વારંવાર બચાવ્યો - પ્રેરણા આપી, પિયત્તા મમ પ્રતિોવના = આપની વારંવારની તે પ્રેરણા (ઉપલક્ષણથી શિક્ષા, સેધાનાદિ બધું) મને પ્રીતિકર બની છે. એથી જ ૩પસ્થિતોઽહમ્ (અમ્યુસ્થિતોઽહમ્) = તે તે વિષયોમાં ભૂલો સુધારવા ઉદ્યમી થયો છું. યુષ્મા તપતેનઃશ્રિયા = આપનાં તપના તેજરૂપી લક્ષ્મીથી, રૂત: ચાતુરન્તાત્ સંસારન્તારાત્ સંસ્ક્રૃત્ય. નિસ્તરિામિ = આ ચારગતિરૂપ ચાર છેડાવાળી સંસારરૂપી અતિદુર્ગમ અટવીમાં (કષાયો,'ઇન્દ્રિયો અને યોગો વગેરેથી ફસાયેલા મારા આત્માનું) હું સંહ૨ણ કરીને અટવીને ઉલ્લંઘી જઈશ. તિા = એ હેતુથી, શિરસા મનસા મસ્તન વામિ = શિરથી, મનથી, (ઉપલક્ષણથી વચન દ્વારા) આપને મસ્તકવડે વાંદું છું. ત્યારે ગુરુ કહે છે કેનિસ્તારાઃ = તમે સંસાર સમુદ્રથી અન્ય જીવોનો અથવા તમે કરેલી પ્રતિજ્ઞાઓને નિર્વાહ કરનારા અને પારઃ = સંસાર સમુદ્રથી પાર પામનારા મવત = થાઓ. (૪)
આ રીતે પ્રતિક્રમણના પ્રસંગને અનુસારે એ શેષ કહેવા યોગ્ય કહીને હવે પ્રતિક્રમણ પછીનું કર્ત્તવ્ય જણાવે છે કે
(મૂળ શ્લોક-૯૮માં કહેલો) lXs: = પ્રતિક્રમણ પછી “પ્રાદોષિક કાલગ્રહણ કરવું' તે સાપેક્ષ યતિધર્મ છે. આ પ્રોદોષિકને વ્યાઘાતિક (વાઘાઈ) પણ કેહવાય છે. આ પ્રાદોષિક કાલગ્રહણ લેવાનો સમય તારાત્રયેક્ષળે = આકાશમાં ત્રણ તારા દેખાય ત્યારે સમજવો, પણ આનો અર્થ એમ નથી કે ત્રણ તારા ન દેખાય ત્યારે ન લેવું, પરંતુ ત્રણ તારાઓના દર્શનથી ઓળખાતો શાસ્ત્રોક્ત કાળ તે પ્રાદોષિક કાલગ્રહણનો સમય જાણવો. અને તેથી વર્ષાઋતુમાં વાદળાદિના કારણે તારા ન દેખાય, તો પણ તેની વેળાએ પ્રાદોષિક કાળગ્રહણ થઈ શકે.
કાલગ્રહણનો વિધિ “શ્રી પ્રવ્રજ્યા યોગાદિ વિધિસંગ્રહ” માંથી જાણી લેવો. કાલગ્રહણ પછી (તે શુદ્ધ આવ્યું હોય તો) અંગ-ઉપાંગ શ્રુતનો વિધિપૂર્વક સ્વાધ્યાય કરવો તે સાપેક્ષ યતિધર્મ છે II૯૮
બીજી રીતે પણ રાત્રિનો પ્રથમ પ્રહર પૂર્ણ કરી શકાય છે, તે બતાવતાં કહે છે કે मूलम् - साधुविश्रामणाद्यैश्च, निशाद्यप्रहरे गते ।
गुर्वादेशादिविधिना, संस्तारे शयनं तथा ।। ९९ ।।
ગાથાર્થ : સાધુ (આચાર્યાદિની) વિશ્રામણા વગેરે કરતાં રાત્રિનો પ્રથમ પ્રહર પૂર્ણ થાય ત્યારે ‘ગુરુની પાસે આદેશ માંગવો' વગેરે વિધિપૂર્વક સંથારામાં શયન કરવું તે, સાપેક્ષ યતિધર્મ છે.”