________________
૧૫ર
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
વર્ણન વિસ્તારથી જેમાં છે તે ગ્રંથશ્રેણીને “કલ્પાવતંસિકાઓ' કહેવાય છે. (૩૦) પુષ્યિવI: = જીવ ગૃહવાસનાં બંધનોના ત્યાગથી અને સંયમભાવથી પુષ્પિત (સુખી) થાય, પુન: સંયમભાવના ત્યાગથી અશુભ કર્મો બાંધી દુ:ખોથી હલકા બને (કરમાય) પુનઃ તેના ત્યાગથી (શુભભાવથી) પુષ્પની જેમ ખીલે (આત્મવિકાસ સાધે), તે તે વિષયોનું પ્રતિપાદન કરનારી સૂત્રશ્રેણીને “પુષ્પિકાઓ” કહેવાય છે. (૩૧) પુષ્પવૃIિ: = ઉપર કહી તે પુષ્યિકાઓના વિષયને સવિશેષ જણાવનારી ચૂલિકાઓ. ' (૩૨) વૃા. અને (૩૩) વૃધ્ધિાર: = વૃષ્ણી એટલે અંધકવૃષ્ણી રાજા. તેનું વર્ણન જેમાં કરેલું છે તેને વૃષ્ણિકાઓ કહી છે અને દસ હોવાથી તેને “વૃષ્ણિકદશાઓ” કહે છે. (૩૪) ૩માવિષમવિના: = આશીમાં (દાઢામાં) જેને વિષ હોય તે આશીવિષ કહેવાય. જાતિ અને કર્મથી બે ભેદવાળા (વિછી, દેડકા, સર્પ અને મનુષ્ય વિગેરે જાતિ આશીવિષ છે. પૂર્વભવની લબ્ધિવાળા સહસ્ત્રાર સુધીના દેવો જેઓ જાતિ આશીવિષનો નાશ કરી શકે અને કર્મથી આશીવિષ કહેવાય છે.) આશીવિષના સ્વરૂપનો જેમાં વિચાર છે તે ‘આશીવિષ ભાવનાઓ જાણવી. (૩૫) વિષપાવના: = જેની દૃષ્ટિમાં ઝેર હોય તે જીવોને “દૃષ્ટિવિંષ' કહેવાય, તેઓનો વિચાર જેમાં કરેલો છે તેને દૃષ્ટિવિષ ભાવનાઓ. (૩૬) વારામાવના = જંઘાચારણ અને વિદ્યાચારણ એમ બંને પ્રકારના ચારણલબ્ધિવાળા મુનિઓનું વર્ણન જેમાં છે તે ચારણભાવનાઓ.” (૩૭) મહાસ્વપ્રમાવિના: = ગજ-વૃષભ' આદિ મહાસ્વપ્નોનું સ્વરૂપ જેમાં વિસ્તારથી જણાવેલું છે તે મહાસ્વપ્નભાવનાઓ. (૩૮) તૈનસાનિસ: = તેજોલેશ્યા દ્વારા તૈજસ નામના શરીરમાં રહેલા અગ્નિને બહાર ફેંકવો વગેરે વર્ણન જેમાં છે તેને તેજસાગ્નિનિસર્ગ કહેવાય છે. (આશીવિષભાવના વગરનું વર્ણન તેના નામોને અનુસાર કર્યું છે. વિશેષ વર્ણન શાસ્ત્રો કે પરંપરાથી મળતું નથી, એમ પાકિસૂત્રની ટીકામાં કહેલું છે.) સર્વક્સિત્રણેતર્ભિન્નવિધિ કાસ્ટિ માવતિ = ભગવત્ એવા આ સર્વ અંગબાહ્ય કાલિકશ્રુતમાં વગેરે શેષઅર્થ પૂર્વ પ્રમાણે જાણી લેવો.
અહીં સુધી આવશ્યક અને આવશ્યક સિવાયનું ઉત્કાલિક તથા કાલિક, એમ અંગબાહ્યશ્રુતનું વર્ણન કર્યું, હવે અંગપ્રવિષ્ટકૃતનું વર્ણન કરે છે.___ नमो तेसिं खमासमणाणं जेहिं इमं वाइयं दुवालसंगं गणिपिडगं भगवंतं, तं जहा - आयारो सूयगडो ठाणं समवाओ विवाहपण्णत्ती णायाधम्मकहाओ उवासगदसाओ अंतगडदसाओ अणुत्तरोववाइयदसाओ पण्हावागरणं विवागसुयं दिट्ठिवाओ सव्वेसि पि एयंमि दुवालसंगे गणिपिडगे भगवंते०" शेषं पूर्ववत् ।”
વ્યાખ્યાઃ નમસ્તે.... ક્ષમાશ્રમળો ફેરિટું આંવિત દ્વાદશાકંમ્ fપટ પાવત્ - તથા = તે ક્ષમાશ્રમણોને નમસ્કાર થાઓ ! કે જેઓએ ભગવતું એવું ‘દ્વાદશાંગ