________________
૧૩૨
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
अप्पसत्था य जे जोगा, परिणामा य दारुणा । पाणाइवायस्स वेरमणे, एस कुत्ते अइक्कमे ||१||
વ્યાખ્યા : અજયણાથી ચાલવું વગેરે અપ્રશસ્તાથ યે યો: = હિંસાજનક વ્યાપારો (પ્રવૃત્તિ) અને પરિળામાશ્ચ વાળા: = દારુણ પરિણામોને એટલે જીવોને હણવાના રૌદ્ર (ધ્યાનરૂપ જે) અધ્યવસાયો, તેને પ્રાણાતિપાતવિરમણ મહાવ્રતોમાં અંતિમ = અતિચાર કહેલો છે. (માટે તેને તજવો જોઈએ) એમ માનીને તે અતિચારોને તજે.
तिव्वरागा य जा भासा तिव्वदोसा तहेव य ।
मुसावायस्स वेरमणे, एस वुत्ते अइक्कमे ।।२।।
વ્યાખ્યા : તીવ્રરા = ઉત્કટ વિષયના રાગવાળી જે ભાષા; તથા તીવ્રદેા—ઉગ્ર મત્સરવાળી જે ભાષા, (અર્થાત્ ઉત્કટ રાગ કે દ્વેષ પૂર્વક બોલાતું વચન), તેને મૃષાવાદવિરમણ મહાવ્રતમાં અતિમઃ = અતિચાર કહ્યો છે. (માટે તેને તજવો જોઈએ), એમ માનીને. તજે (૨)
उग्गहं सि आजाइत्ता, अविदिन्ने य उग्गहे । अदिन्नादाणस्स वेरमणे, एस वृत्ते अइक्कमे || ३ ||
વ્યાખ્યા : ઝવપ્રદં = અવિા = માલિક પાસેથી (કે તેને જેને ભળાવ્યું હોય તેવા બીજા પાસેથી) અવગ્રહની (ઉપાશ્રય-આશ્રયની) યાચના કર્યા વિના (અનુમતિ મેળવ્યા વિના) તેમાં રહેવું, તથા અવિવજ્ઞે વા સવપ્રદે = તથા પ્રતિનિયત (મેળવેલા) અવગ્રહની (જગ્યાની) હદ બહાર (જે જગ્યા, તેના માલિકે વા૫૨વાની સંમતિ ન આપી હોય ત્યાં) ચેષ્ટા કરવી (તેનો ઉપયોગ કરવો), તેને અદત્તાદાનવિરમણ વ્રતમાં અતિમઃ = અતિચાર કહેલો છે, એમ માનીને તે અતિચારોને તજે. (૩) सद्दा रूवा रसा गंधा - फासाणं पवियारणा ।
मेहुणस्स वेरमणे एस वुत्ते अक्कमे ।। ४ ।।
વ્યાખ્યા : રાજ્વરુપરસન્ધિસ્પર્શનાર્ = શ્રેષ્ઠ શબ્દો, રૂપો, રસો, ગંધો અને સ્પર્શોની પ્રતિારા = ૨ાગપૂર્વક સેવા કરવી (ભોગવવા), તેને મૈથુનવિરમણ મહાવ્રતમાં અતિચાર કહ્યો છે, એમ માનીને તજે. (૪)
इच्छा मुच्छा य गेही य, कंखा लोभे अ दारुणे ।
परिग्गहस्स वेरमणे, एस वुत्ते अक्कमे ।। ५ ।।
વ્યાખ્યા : રૂા = ભવિષ્યમાં કોઈ અમુક પદાર્થ મેળવવાની પ્રાર્થના, મૂર્છા = = અને ચોરાઈ ગયેલા કે નાશ પામેલા પદાર્થનો શોક, વૃદ્ધિથ = વિદ્યમાન પરિગ્રહમાં (પદાર્થમાં) મમત્વ, ઝાડક્ષા = વર્તમાનમાં નહિ મળેલા વિવિધ પદાર્થોની