________________
૧૩૦
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
વિરામ પામવાનું કહ્યું છે. હે ભગવંત ! હું તે સર્વ પરિગ્રહનો ત્યાગ કરું છું. (તે આ પ્રમાણે) થોડા કે ઘણા, નાના કે મોટા, તે પણ સચિત્ત (સજીવ) કે અચિત્ત (નિર્જીવ) કોઈપણ પદાર્થમાં હું સ્વયં પરિગ્રહ (મૂર્છા) કરીશ નહિ, બીજાઓને તેવો પરિગ્રહ (મૂર્છા) કરાવીશ નહિ, અને બીજા કોઈ સ્વયમેવ પરિગ્રહ કરનારાને સારો માનીશ નહિ” વગેરે પૂર્વવત્.
“તે પરિગ્રહ ચાર પ્રકારનો છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી.” “તેમાં દ્રવ્યથી સજીવ (સ્ત્રી વગેરે), નિર્જીવ (ઘરેણાં આભૂષણ વગેરે) અને મિશ્ર (= સાલંકાર સ્ત્રી વગેરે), એવા કોઈ પદાર્થોમાં (પાક્ષિક સૂત્રની ટીકાના આધારે ‘આકાશ’ વગેરે સર્વ દ્રવ્યોમાં) મૂર્છા કરવી તે દ્રવ્યરિગ્રહ. ક્ષેત્રથી-સર્વ (ચૌદરાજ) લોકમાં, કારણકે આકાશ વગેરે સર્વ પદાર્થોમાં મૂર્છા કરી શકાય છે. પાઠાંતરે લોકાકાશમાં અને અલોકાકાશમાં પણ મમત્વ કરવું તે ક્ષેત્રપરિગ્રહ. કાળથી દિવસે કે રાત્રે અર્થાત્ સર્વ કાળે અને ભાવથી અલ્પમૂલ્ય કે બહુમૂલ્ય કોઈ પદાર્થમાં કે રાગથી કે દ્વેષથી (પ્રીતિ કે અપ્રીતિથી) મમત્વ કરવું તે ભાવપરિગ્રહ.” શેષ પૂર્વવત્.
“એ પરિગ્રહ મેં ગ્રહણ કર્યો, બીજા દ્વારા ગ્રહણ કરાવ્યો કે સ્વયં ગ્રહણ કરતાં બીજાને સારો માન્યો હોય, તેને નિંદુ છું.” શેષ પૂર્વવત્.
“યાવજ્જીવ સુધી આસક્તિ વિનાનો હું સ્વયં સર્વ (કોઈપણ) પરિગ્રહને ગ્રહણ કરીશ નહિ, બીજા દ્વારા ગ્રહણ કરાવીશ નહિ. અને બીજા પરિગ્રહ ગ્રહણ કરનારાઓને સારા માનીશ નહિ,” શેષ પૂર્વવત્. “આ પરિગ્રહની વિરતિ નિશ્ચે હિતકારી છે.” વગેરે પૂર્વવત્. “હે ભગવંત ! હું આ પાંચમા મહાવ્રતને પાળવા માટે ઉપસ્થિત (તૈયા૨) થયો છું. સર્વથા પરિગ્રહથી વિરામ (કોઈપણ પદાર્થની મૂર્છાનો ત્યાગ) કરું છું.” (૫)
હવે છઠ્ઠા રાત્રિભોજન વિરમણ વ્રતમાં જે વિશેષ છે તે કહે છે- “અન્નાવરે છઠ્ઠું भंते ! वए राईभोयणाओ वेरमणं, सव्वं भंते ! राईभोयणं पक्खामि से असणं वा पाणं वा खाइमं वा साइमं वा णेव सयं राई भुंजिज्जा, नेवन्नेहिं राई भुंजाविज्जा, राई भुंजंतेवि अन्ने न समणुजाणामि०" शेषं पूर्ववत् । " से राई भोयणे चउ० " शेषं पूर्ववत् । " दव्वओ णं राईभोयणे असणे वा पाणे वा खाइमे वा साइमे वा, खित्तओ णं राईभोयणे समयखित्ते, कालओ णं राईभोयणे दिआ वा राओ वा, भावओ णं राईभोयणे तित्ते वा कडुए वा कसाइले (कसाए) वा अंबिले वा महुरे वा लवणे वा रागेण वा दोसेण वा०" शेषं पूर्ववत् । "सव्वं राईभोयणं जावज्जीवाए अणिस्सिओहं नेव सयं राई भुंजिज्जा नेवन्नेहिं राई भुंजाविज्जा राई