________________
૧૨૮
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
છું. તે આ પ્રમાણે ગામમાં, નગરમાં, કે અરણ્યમાં કોઈપણ સ્થળે, થોડું કે ઘણું, નાનું કે મોટું, સજીવ કે નિર્જીવ, કોઈપણ પદાર્થ માલિકના આપ્યા વિનાનું સ્વયં લઈશ નહિ, બીજા દ્વારા લેવરાવીશ નહિ કે સ્વયમેવ લેનારા બીજા કોઈને હું સારા માનીશ નહિ, માવજજીવ સુધી” વગેરે તે પછીનો અર્થ પહેલા મહાવ્રત પ્રમાણે.
તે અદત્તાદાનના માલિકે આપ્યા વિનાનું લેવાના) ચાર પ્રકારો આ પ્રમાણે છે. (૧) દ્રવ્યથી અદત્તાદાન = જે લેવા યોગ્ય કે પાસે રાખવા યોગ્ય હોય તેવા દ્રવ્યને લેવું. (એમ કહેવાથી ચાલવામાં, સ્થિર થવામાં કે બીજા જીવને વ્યવહારોમાં ઉપયોગી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એ ચાર દ્રવ્યનો ઉપયોગ કરવા છતાં તેને ગ્રહણ કરવાનાં કે પાસે રાખવાનાં હોતાં નથી, માટે તેને અંગે અદત્તાદાન દોષ ન લાગે. એમ સમજવું.) (૨) ક્ષેત્રથી = ગામમાં, નગરમાં કે અરણ્યમાં (અટવી, જંગલ-વન વગેરે વસતિ બહારના ક્ષેત્રમાં) કોઈપણ સ્થળે, કાળથી અને ભાવથી પ્રથમ મહાવ્રત પ્રમાણે જાણી લેવું.”
તે અદત્તાદાન ગ્રહણ કર્યું, બીજા પાસે ગ્રહણ કરાવ્યું અથવા બીજાએ ગ્રહણ કર્યું હોય તેને સારું માન્યું” વગેરે પછીનો અર્થ પણ પૂર્વે પ્રમાણે.
જીવું ત્યાં સુધી આશંસા રહિત હું એ સર્વ અદત્તાદાનને ગ્રહણ કરીશ નહિ, બીજા દ્વારા ગ્રહણ કરાવીશ નહિ, અને બીજા ગ્રહણ કરનારાઓને સારા માનીશ નહિ” વગેરે અર્થ પ્રથમ મહાવ્રત પ્રમાણે. “નિચ્ચે આ અદત્તદાનનો ત્યાગ હિતકારી છે.” વગેરે પૂર્વ પ્રમાણે, “હે ભગવંત ! હું આ ત્રીજા મહાવ્રત માટે ઉપસ્થિત થયો છું. સર્વથા અદત્તાદાનના ત્યાગને (વિરતિને) સ્વીકારું છું.”
હવે ચોથા મહાવ્રતમાં જે વિશેષ છે તે કહેવાય છે.
"अहावरे चउत्थे भंते ! महव्वए मेहुणाओ वेरमणं, सव्वं भंते ! मेहुणं पञ्चक्खामि, से दिव्वं वा माणुस्सं वा तिरिक्खजोणियं वा, णेव सयं मेहूणं सेविज्जा, नेवन्नेहिं मेहुणं सेवाविज्जा मेहुणं सेवंते वि अन्ने न समणुजाणामि०" शेषं पूर्ववत् “से मेहुणे चउब्विहे." शेषं पूर्ववत् । दव्वओ णं मेहुणे रूवेसु वा रूवसहगएसु वा, खित्तओ णं मेहुणे उड्ढलोए वा अहोलोए वा तिरियलोए वा" शेषं पूर्ववत् । “मेहुणं सेविअं वा सेवाविअं वा, सेविजंतं वा, परेहिं समणुन्नायं" शेषं पूर्ववत् । “सव्वं मेहणं जावज्जीवाए अणिस्सिओऽहं नेव सयं मेहणं सेविज्जा नेवन्नेहिं मेहुणं सेवाविज्जा मेहुणं सेवंतेवि अन्ने न समणुजाणिज्जा," शेषं पूर्ववत् । “एस खलु मेहुणस्स वेरमणे हिए०" शेषं पूर्ववत् । “चउत्थे भंते ! महव्वए उवट्ठिओमि सव्वाओ મેમો વેરમ” II૪
વ્યાખ્યા : હવે તે પછીના ચોથા મહાવ્રતમાં શ્રી જિનેશ્વરોએ મૈથુનથી વિરામ