________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
વ્યાખ્યા : પ્રતિ સનિર્ભયસ્થાનઃ = ભયનાં સ્થાન એટલે કે નિમિત્તો. ‘આલોકપરલોક-આદાન-અકસ્માત-આજીવિકા-મરણ અને અપયશ' એમ સાત છે. તેમાં (૧) ‘મનુષ્યને મનુષ્યથી’ વગેરે સ્વજાતિથી ભય તે ઇહલોકભય, (૨) પરજાતિનો એટલે મનુષ્ય વગેરેને તિર્યંચ વગેરે અન્યજાતિથી ભય તે પરલોકભય. (૩) ૨ખે કોઈ ચોર વગેરે મારું (ધન) વગેરે લઈ જાય ! એવો ભય તે આદાનભય. (૪) કોઈ બાહ્ય નિમિત્ત વિના એકાએક વિજળી પડવા વગેરેનો અથવા ઘર વગેરેમાં અંધકારનો ભય તે અકસ્માદ્ભય. (૫) નિર્ધન વગેરેને ‘હું દુષ્કાળમાં શી રીતે આજીવિકા વગેરે ચલાવીશ ?” ઇત્યાદિ ભય તે આજીવિકાભય. (૬) મરણનો ભય. (૭) લોકમાં અપકીર્તિ થવાનો ભય તે અપયશભય. આ સાત ભયસ્થાનોને કારણે ભય થવાથી જે કોઈ અતિચાર લાગ્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું.
૧૦૦
=
હવે પછીના પાઠમાં સૂત્રકાર ભગવંતશ્રીએ પ્રતિમામિ એ ક્રિયાપદને તથા તે સ્થાનોની નામપૂર્વક ગણનાને કહી નથી તે સ્વયં સમજી લેવી. અમિર્મસ્થાનેઃ = આઠ મદસ્થાનો સેવવાથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. (૧) જાતિમદ, (૨) કુળમદ (૩) બળમદ, (૪) રૂપમદ, (૫) તપમદ, (૬) ઐશ્વર્ય-ઠકુરાઈનો મદ, (૭) શ્રુતમદ, અને (૮) લાભમદ. આ મદના આઠ પ્રકારો છે. નવમિત્રંહ્મચર્ય સિમિ બહ્મચર્યની રક્ષા માટે ઉપાયભૂત ‘વસતિશુદ્ધિ' વગેરે ચરણસિત્તરીમાં કહીશું તે બ્રહ્મચર્યની નવ વાડોનું પાલન વગેરે નહિ કરવાથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. વિદે સમળધમ્મે ક્ષમા વગેરે દશ પ્રકારનો શ્રમણધર્મ ચરણસિત્તરીમાં કહેવાશે, તેમાં લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. ાવમિરુપાસપ્રતિમામિ: - શ્રાવકની અગીયાર પ્રતિમાઓમાં (અભિગ્રહોમાં) શ્રદ્ધા નહિ કરવાથી કે વિપરીત પ્રરૂપણા વગેરેથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. દાશમિમિક્ષુપ્રતિમામિ: જેનું વર્ણન ચરણસિત્તરીમાં કરાશે તે સાધુના અભિગ્રહોરૂપ બાર પ્રતિમાઓમાં અવિધિ-અશ્રદ્ધા-વિપરીત પ્રરૂપણા વગેરે કરવાથી જે અતિચારો લાગ્યા હોય તેનું પ્રતિક્રમણ કરું છું. ત્રયોવશમિઃ યિાસ્થાનેઃ = ક્રિયા એટલે કર્મબંધમાં હેતુભૂત ચેષ્ટા અને તેના સ્થાનો=ભેદો તે ક્રિયાસ્થાનો. તેના દ્વારા જે અતિચારો લાગ્યા હોય તેનું પ્રતિક્રમણ કરું છું. ક્રિયાસ્થાનો આ પ્રમાણે છે. (૧) અર્થાય : એટલે સપ્રયોજન = સંયમ નિર્વાહ ન થાય તેવા પ્રસંગે અથવા ગ્લાન વગેરેને માટે, એમ સકારણ સ્વપરાર્થે દોષિત આહારાદિ વસ્તુ લેવી પડે તે અર્થાય ક્રિયા. (૨) અનર્થાય : = નિષ્પ્રયોજન. વિના કારણે દોષિત આહારાદિ લેવા (અથવા કાર્કિડા વગેરે જીવોને મારવા કે વનના વેલા વગેરે તોડવા) ઇત્યાદિ ક્રિયા. (૩) હિંસાયે = હિંસા માટે
0:0
:
=