________________
ચારિત્રધર્મ એ પરપીડાના પરિહારસ્વરૂપ અને પરોપકારના પ્રધાન અંગરૂપ છે. તે ચારિત્રધર્મ ઉપરની શ્રદ્ધા અને તેના પાલનના શુભ અને કલ્યાણકારી ફળો ઉપરનો અખંડ વિશ્વાસ, એ સદ્ભક્તિ અને સદાચરણની પ્રેરણાનું અનુપમ બીજ છે.
પરને લેશ માત્ર પીડા ન થાય અને સંસર્ગમાં આવનાર યોગ્ય જીવોને શુદ્ધ ધર્મની પ્રાપ્તિરૂપ ભાવોપકાર થાય, એવા ચારિત્રધર્મનું પાલન કરવા માટે શ્રી જૈનશાસ્ત્રોમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ અગણિત નિયમો બતાવ્યા છે. તે બધાનો સંગ્રહ ચરણસિત્તરી અને કરણસિત્તરીના ૭૦-૭૦ ભેદોમાં અગર સંયમ અને શીલના ૧૮૦૦૦ પ્રકારોમાં થઈ જાય છે. સદાચારના સર્વ શ્રેષ્ઠ અંગો તેમાં સમાઈ જાય છે અને એક પણ અંગ બાકી રહેતું નથી. આ
પ્રસ્તુત ધર્મસંગ્રહ ગ્રંથ એટલા માટે મહાગ્રંથ છે કે સદાચારના એ સર્વ શ્રેષ્ઠ અંગોનું વર્ણન કરવા સાથે એના પાલન માટે અતિ આવશ્યક એવી ચક્રવાલ સમાચારી અને પ્રતિદિન (ઘ) સમાચારી વગેરે સામાચારીઓનું એમાં યુક્તિયુક્ત વિસ્તૃત વિવેચન છે. ઇચ્છા-મિચ્છાદિક દેશ પ્રકારની ચક્રવાલ સામાચારી કહેવાય છે અને આવશ્યક-પ્રતિલેખનાદિ પ્રતિદિન (ઓઘ) સામાચારી કહેવાય છે. એના પાલનમાં સતત ઉપયોગવંત જીવને જીવનમાં સદાચારનો ભંગ કે તેના ફળ સ્વરૂપ કર્મનો બંધ થવાનો અવકાશ રહેતો નથી.
શ્રદ્ધાની શુદ્ધિ માટે વીતરાગ, નિગ્રંથ અને શ્રુત-ચારિત્ર ધર્મરૂપ શ્રદ્ધેય વસ્તુઓની શુદ્ધિ જોઈએ. એવી શુદ્ધ વસ્તુઓ ઉપરની શ્રદ્ધા કોઈ પણ આત્માને પવિત્ર બનાવી શકે છે, એમાં કોઈ પણ જાતની શંકા નથી. શ્રદ્ધાવાન્ આત્માદિની શુદ્ધિ
શ્રદ્ધા એક ગુણ છે. ગુણ ગુણી વિના રહી શકતો નથી. શ્રદ્ધા રૂપી ગુણને ધારણ કરનારો ગુણી “આત્મા છે. એ આત્માની શુદ્ધિ એટલા તેના સ્વરૂપની શુદ્ધિ. આત્માનું સ્વરૂપ તેવું માનવું જોઈએ કે જેથી તેનામાં બંધમોક્ષ, પુણ્ય-પાપ, સુખ-દુ:ખ વગેરે (ભાવો) ઘટે. આત્માને એકાંત નિત્ય માનવામાં આવે કે એકાંત ક્ષણિક માનવામાં આવે, એકાંત શુદ્ધ એ એકાંત અશુદ્ધ માનવામાં આવે, શરીરાદિથી એકાંત ભિન્ન કે એકાંત અભિન્ન માનવામાં આવે તો કેવળ શ્રદ્ધા જ નહિ, કિન્તુ બીજા કોઈ પણ ગુણની, પુણ્યપાપની, સુખ-દુ:ખની, કે બંધ-મોક્ષની વાત ઘટી શકતી નથી. શ્રદ્ધા, જ્ઞાન,