________________
શ્રમણ ધર્મ
હવે તે પછીના કર્ત્તવ્યને ગ્રંથકારશ્રી જણાવે છે.
મૂમ્ - આવશ્યકૃતિઃ, જિ-પ્રજ્ઞસ્તારાત્રયેક્ષને 1 તત:ાસૂિત્રાદ્ય - વનાવિ યથાવિધિ ।।૮।।
૮૧
:
ગાથાર્થ : પ્રતિક્રમણ કરવું, ત્રણ તારાઓ દેખાય ત્યારે કાલગ્રહણ લેવું અને તે પછી વિધિ પ્રમાણે કાલિકસૂત્ર વગેરેનું અધ્યયનાદિ કરવું.
ટીકાનો સંક્ષેપ ભાવાર્થ : ‘આવશ્યક' (પ્રતિક્રમણ)નો અર્થ પ્રથમભાગમાં ગૃહસ્થધર્મના અધિકારમાં કહ્યો છે તે પ્રમાણે સમજવો. સાધુઓને પ્રતિક્રમણ માંડલીમાં કરવાનું હોય છે. તેનો વિધિ-ક્રમ આ પ્રમાણે છે- સૂર્યાસ્ત વેળાએ ગીતાર્થ સાધુ સ્વાધ્યાયાદિમાં રક્ત સાધુઓને જણાવવા માટે ઘોષણા કરે. તે પછી સર્વ સાધુઓ પ્રતિક્રમણ ક૨વાના સ્થાને ભેગા થાય. માંડલીમાં આવતા ક્રમ પ્રમાણે શ્રીવત્સ આકારે મધ્યમાં પૂર્વ કે ઉત્તર સન્મુખ આચાર્ય બેસે. ગુરુ (આચાર્ય)ને આવવાની વાર હોય ત્યાં સુધી સાધુઓ ઊભા ઊભા કે અશક્ત હોય તે બેઠા બેઠા સ્વાધ્યાય કરે. ગુરુ આવે ત્યારે સાથે જ અથવા ગુરુ ધર્મકથાદિમાં વ્યસ્ત હોય તો સાધુઓ પોતે આજ્ઞાપૂર્વક પ્રારંભમાં દૈવસિક પ્રાયશ્ચિત્તના વિશોધન માટે સો શ્વાસોશ્વાસ પ્રમાણ કાયોત્સર્ગ કરે. (ગુરુ પાછળથી આવીને જોડાઈ જાય. આ વિષયમાં જુદી-જુદી માન્યતાઓ છે)
વર્તમાનમાં તો આચરણાથી પ્રતિક્રમણને અંતે આ કાયોત્સર્ગ કરાતો દેખાય છે. પ્રતિક્રમણની વિધિ તો પૂર્વે (પહેલા ભાગમાં ગૃહસ્થધર્મના અધિકારમાં) કહી તે પ્રમાણે સમજવી. જે કંઈ સાધુની પ્રતિક્રમણ વિધિમાં વિશેષતા છે તેને તે તે સ્થાને જણાવીશું. દૈવસિક અતિચારના ચિંતનમાં આચાર્ય તેને બે વાર ચિંતવે, કારણ કે બીજા સાધુઓ આહાર લેવા આદિ કારણે બહાર ફરેલા હોવાથી તેઓને ચિંતન વધારે કરવાનું હોય, તેથી આચાર્ય બે વાર ચિંતવે તેટલા વખતમાં સાધુઓ એકવાર ચિંતવી શકે.
દૈવસિક અતિચારોને ચિંતવવા માટે, તે તે વિષયોમાં લાગેલા અતિચારો યાદ કરવા માટે આલંબનભૂત ગાથા આ પ્રમાણે છે....
सयणासणन्त्रपाणे, चेइअ जइ सिज्ज काय उचारे । समिई भावणा गुत्ती, वितहायरणंमि अइआरो ।।
|| આ. નિર્યુક્તિ. ગા.૧૪૯૮ ||