________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
(જાતિસ્મરણથી) હોય અથવા ન હોય. (ન હોય તો ગચ્છવાસમાં ગુરુ પાસે નવું ભણે.) જો પૂર્વજન્મનું શ્રુત હોય તો તેને (૪) સાધુવેષ : દેવતા આપે (ગુરુની નિશ્રા ન સ્વીકારે) અથવા દેવ ન આપે તો ગુરુ પણ આપે. પૂર્વજન્મનું શ્રુત ન હોય તેને તો સાધુવેષ ગુરુ જ આપે. આ બીજા પ્રકારના સ્વયંબુદ્ધ એકાકી વિહાર માટે સમર્થ હોય અને તેની તેવી ઇચ્છા હોય તો એકાકી વિચરે, અન્યથા ગચ્છવાસનો નિયમા સ્વીકાર કરે.
66
પ્રત્યેકબુદ્ધ સાધુને કોઈ વૃષભાદિ બાહ્યનિમિત્તને જોઈને જ સમકિત પ્રગટ થાય, તેઓની ઉપધિ જઘન્યથી મુહપત્તિ અને રજોહરણ એમ બે અને ઉત્કૃષ્ટથી તે બે ઉપરાંત સાત પ્રકારનો પાત્રનિયેંગ એમ નવ પ્રકારની હોય, પૂર્વજન્મનું ભણેલું શ્રુત તેઓને નિયમા હોય જ છે. તે પણ જઘન્યથી અગીયાર અંગોનું અને ઉત્કૃષ્ટથી દેશન્યૂન દશપૂર્વનું હોય. સાધુવેષ નિયમા તેઓને દેવતા જ આપે. કોઈ. પ્રસંગે (દેવનો ઉપયોગ ન રહે તો) લિંગ વિના પણ વિચરે, વિહાર એકલા જ કરે. પરંતુ ગચ્છવાસનો સ્વીકાર ન જ કરે. આ સ્વયંબુદ્ધ અને પ્રત્યેબુદ્ધ વચ્ચે આટલું અંતર (ભેદ) છે.
પ્રતિમાધારી સાધુને પણ (જિનકલ્પિકની જેમ) બાર પ્રકારની ઉપધિ જાણવી. અહીં સુધી ઔઘિક ઉપધિનું વર્ણન કર્યું.
હવે ઔપગ્રહિક ઉપધિનું સ્વરૂપ કહેવાય છે.
લાઠી, વિલઠ્ઠી, દંડ, વિદંડ અને પાંચમી નાલિકા (નળી), એ પાંચ પ્રકારના દાંડા તથા સંથારો, ઉત્તરપટ્ટો વગેરે ઔપગ્રહિક ઉપધિ છે.
સંથારો અને ઉત્તરપટ્ટો અઢી હાથ લાંબો અને એક હાથ ચાર આંગળ પહોળો રાખવાનું વિધાન છે. પૃથ્વીકાય આદિ જીવોની રક્ષા માટે અને શયન કરતાં શરીરે ધૂળ લાગે તેનાથી બચવા માટે સંથારો ઊનનો અને ઉત્ત૨૫ટ્ટો સૂત્રાઉનો કોમળ રાખવાનો છે.
વર્ષાકાળમાં ઔપગ્રહિક ઉપધિ બમણી રાખવાની છે. કારણ કે વરસાદથી ભીના થાય તો બીજી જોડ વાપરી શકાય. આમ શરીર અને સંયમ બંનેના રક્ષણ માટે બમણી ઉપધિ રાખે.
આ ઉત્તરપટ્ટો, સંથારો, એક દંડ અને લાઠી, પ્રત્યેક સાધુને ભિન્ન ભિન્ન ઔપગ્રહિક તરીકે રાખવાના કહ્યા છે. તે સિવાયની વસ્તુઓ સર્વ સાધુઓને માટે માત્ર ગુરુએ જ રાખવાની હોય છે. તે કઈ ? તો કહે છે કે...