________________
શ્રમણ ધર્મ
(૯) બિલવર્જિત : જે ભૂમિમાં નીચે દરો(છિદ્રો) ન હોય ત્યાં બેસવું. (૧૦) ત્રસ-પ્રાણ-બીજ રહિત : સ્થાવર-ત્રસ જીવોથી રહિત-નિર્જીવ ભૂમિમાં બેસવું. આમ દસ દોષરહિત શુદ્ધભૂમિમાં વડીનીતિ-લઘુનીતિ વગેરે પરઠવવું.
દસ દોષોના એકસંયોગી, બ્રિકસંયોગી, યાવત્ દશસંયોગી ભાંગા કરવાથી એક હજાર ચોવીસ (૧૦૨૪) ભાંગા થાય છે. આ ભાંગાની વિશેષ સમજ પંચવસ્તુ ગાથા-૪૦૧-૨-૩-૪-૫-થી જાણવી. આ ૧૦૨૪ ભાંગામાં છેલ્લો ભાંગો શુદ્ધ જાણવો.
વળી ઘનિર્યુક્તિમાં ગાથા-૩૧૬માં કહ્યું છે કે.. અંડિલ બેસવામાં સાધુએ પૂર્વ અને ઉત્તરદિશામાં પીઠ ન કરવી, કારણ કે તે બે દિશાઓ લોકમાં પૂજ્ય હોવાથી લોકવિરોધ થાય, રાત્રે દક્ષિણ દિશામાં પીઠ ન કરવી, કારણ કે રાત્રે દેવો દક્ષિણમાંથી ઉત્તરમાં જાય છે એવી લોકશ્રુતિ છે. લોકમાં સૂર્ય, દેવ તરીકે પૂજ્ય મનાતો હોવાથી સૂર્ય સન્મુખ પૂંઠ કરીને ન બેસે અને ગામમાં દેવમંદિરાદિ હોવાથી ગામ તરફ પૂંઠ નહીં કરવી. જે દિશામાંથી પવન આવતો હોય તે તરફ પૂંઠ કરીને ન બેસવું, કારણ કે વડીનીતિને સ્પર્શિને આવેલા પવનથી શ્વાસોશ્વાસ લેતાં નાકમાં મસા થાય. માટે એટલી દિશા વર્જીને વૃક્ષાદિની. છાયામાં ત્રણવાર (દષ્ટિથી) પ્રમાર્જીને ‘મણુના નેસુ હો' અર્થાત્ - “આ ભૂમિ જેની સત્તામાં હોય તે મને અનુમતિ આપો.' એમ કહી અંડિલ વોસિરાવે. વૃક્ષાદિની છાયા ન હોય તો વોસિરાવ્યા પછી એક મુહૂર્ત સુધી વડીનીતિ ઉપર સ્વશરીરની છાયા પડે તેમ ઊભો રહે, એથી છાયામાં કૃમીયા (જીવો હોય તેને તાપનો ઉપદ્રવ ન થતાં) આયુ: પૂર્ણ થતાં સ્વયમેવ પરિણામ પામે.
બેસતી વખતે રજોહરણ, દંડો વગેરે ઉપકરણો (કટાભાગના દબાણથી) ડાબી સાથળ ઉપર રાખે (વર્તમાનમાં દંડ જમણા ખભા ઉપર રાખવાની સામાચારી છે.) અને પાણીનું પાત્ર જમણા હાથમાં રાખે, અપાનની શુદ્ધિ તો ત્યાં જ, કે ત્યાંથી ખસીને બીજે પણ કરે. અને તેમાં ત્રણ ચાંગળાં પાણી વાપરે.
જો શુદ્ધ ભૂમિ ન મળે તો અધ્યવસાયની રક્ષા માટે ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોનો આધાર ચિંતવવો. અર્થાત્ ધર્માસ્તિકાયાદિ ઉપર બેઠો છું એમ માનવું. લઘુનીતિવડીનીતિ ડગલ (પાણી વગેરેને) ત્રણ વાર “વોસિર ' કહી વોસિરાવીને સાધ્વી સાથે ચાલવાનો પ્રસંગ ન આવે તે રીતે ઉપયોગપૂર્વક પાછો ફરે, ત્યાંથી પાછો વળેલો સાધુ ગામમાં પ્રવેશ કરતાં શેષકાળમાં રજોહરણ વડે અને વર્ષાકાળમાં