________________
૬૨
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
ભોજન કરે. પણ માંડલીમાં ભોજન કરનારા સાધુ બીજા સર્વ સાધુઓ આવે નહિ ત્યાં સુધી રાહ જુએ. અને બધા ભેગા થયે તેઓની સાથે ભોજન કરે. .
જે એકલોજી હોય તે ગુરુ સમક્ષ ધારીને કહે કે “હે ભગવંત ! પ્રાપૂર્ણક, અસક્ત, બાલ, વૃદ્ધ, નવદીક્ષિત વગેરે સાધુઓને આ (આહાર-પાણી) આપ આપો” આવું કહેવાતે છતે ગુરુ સ્વયં કે ગુર્વાજ્ઞાપૂર્વક સ્વયં પોતે નિમંત્રણ કરે, બીજા ન લે તો પણ તેને નિર્જરા થાય જ.
હવે ગ્રામૈષણા કહેવાય છે. તેમાં ગોચરી ગયેલા સાધુઓની ઊપધિ આદિની તથા વસતિની રક્ષા કરનાર સાધુ, ગોચરી આવતાં પહેલાં દરેકના પાત્રો ભેગાં કરીને તૈયાર રહે, જ્યારે ગોચરીવાળા સાધુઓ આવે, ત્યારે તેઓનું લાવેલું પાણી આચાર્ય વગેરેને માટે નંદીપાત્રમાં નીતારી-સ્વચ્છ કરીને ગાળી લે: ગાળીને ગચ્છમાં સાધુઓની સંખ્યાના અનુસાર એક-બે-ત્રણ પાત્રમાં ભરે. કારણ કે તે આચાર્ય વગેરેને પીવામાં વગેરે ઘણા કાર્યોમાં ઉપયોગી બને છે.
તે પછી ગુરુને પૂછીને ગીતાર્થ, દીર્ઘપર્યાયવાળા અને અલોલુપી એવા માંડલીના વૃદ્ધ (વડીલ) માંડલીમાં હાજર થાય અને તે પછી વિધિપૂર્વક બીજા પણ સાધુઓ માંડલીમાં આવે. અસમર્થ એવા ગ્લાન, વૃદ્ધ નવદીક્ષિત, સુકોમળકાયાવાળા રાજપુત્રાદિ તથા લાભાન્તરાયના ઉદયથી સીદાતા સાધુઓ માટે માંડલી ઉપકારક છે.
ભોજન કરવા બેઠેલો સાધુ પ્રથમ પોતાના આત્માને આ રીતે હિતશિક્ષા આપે કે... “હે જીવ ! બેંતાલીસ એષણાના દોષોની ગહન અટવી જેવી ગ્રહમૈષણામાં તું ન ઠગાયો ત્યારે કહેવાય કે જ્યારે તું રાગ-દ્વેષથી ભોજન કરતો ન ઠગાય.”
તે પછી શ્રીપંચપરમેષ્ઠિ નમસ્કાર મંત્ર ભણીને ગુરુ પાસે ભોજનનો આદેશ માગીને તેમની અનુજ્ઞા મળે ત્યારે, ક્ષત-ઘા ઉપર ઔષધ લગાડવાની રીતિએ ભોજન કરે.
શ્લોકમાં “વિધિપૂર્વક ભોજન કરવું” કહેલું હોવાથી, હવે ઓશનિયુક્તિના આધારે ભોજનનો સંપૂર્ણ વિધિ સાત વારોથી બતાવાય છે.
(૧) માંડલી: માંડલી વડીલના ક્રમે પ્રકાશવાળા સ્થળે બેસે. રત્નાધિક પૂર્વાભિમુખ બેસે, વચ્ચે આવવા-જવાની જગ્યા રહે તે રીતે બીજાઓ બેસે. ગુરુની સન્મુખ એક સાધુ ગુરુને લેવા-મૂકવામાં સગવડતા રહે તે માટે બેસે. બીજા પણ ગુરુની નજર સમક્ષ બેસે કે જેથી કુપથ્ય વગેરેથી ગુરુ બચાવી શકે. :
(૨) ભાજન : ભાજન પહોળા મુખનું લેવું જેથી માખી આદિ દેખી શકાય.