________________
શ્રમણ ધર્મ
પ૩
(૩) ગમન : વહોરાવવા દાતા પોતાના ઘરમાં (રસોડામાં) પ્રવેશ કરે તેનું ગમન' સાધુએ જોઈ લેવું કે અમુકાય આદિની વિરાધના થતી નથી ને !
(૪) ગ્રહણ : દાતા ભિક્ષા વહોરાવવા જે સ્થાનેથી ભિક્ષાને ગ્રહણ કરે તે સ્થાન જોઈ લેવું કે.. જે સ્થાને મૂકેલું હોય ત્યાં પાણી આદિનો સંઘટ્ટો થયેલ નથી ને ! આ ઉત્સર્ગ માર્ગે જાણવું. અપવાદ માર્ગે તો સ્થાન ન દેખાવા છતાં પાંચ ઇન્દ્રિયનો ઉપયોગ મૂકી સ્થવિરકલ્પીઓ દોષને જાણી શકે છે, અને દોષની શંકા ન રહે તો ભિક્ષા ગ્રહણ કરતા હોય છે.
(૫) આગમન : વહોરાવવાની વસ્તુ લઈને સાધુની સન્મુખ આવે તે દાતારનું આગમન' પણ સાધુએ જોવું જોઈએ, એમાં પણ ગમનની જેમ વિવેક સમજવો.
(૯) પત્ત = પ્રાપ્ત અથવા પાત્ર. તેમાં ગૃહસ્થ પોતાની નજીક વહોરાવવા આવે તે પ્રાપ્ત કહેવાય. તેના હાથ ભીંજાયેલા છે કે નહિ ? વગેરે જોઈ લેવું અને પાત્ર એટલે ગૃહસ્થ જે પાત્રમાં આહાર લાવ્યો હોય તે પાત્ર ઉપર-નીચે-બાજુમાંથી જોઈ લેવું કે પાણી વગેરેવાળું નથી ને ! અથવા પાત્ર એટલે ભિક્ષાની વસ્તુ. તે સંસક્ત છે કે અસંસકત છે. ઇત્યાદિ જોઈ લેવું. અહીં વત્સ અને પુત્રવધૂનું દૃષ્ટાંત સમજવું.
(૭) પરાવર્તિત : ગૃહસ્થ વહોરાવતાં.પાત્રને ઊંધું કરે તે “પરાવર્તિત કહેવાય, તેને સાધુએ જોવું. જો તે પાણીવાળું કે ત્રસજીવયુક્ત હોય તો તેનાથી નહિ વહોરવું.
(૮) પાતિતઃ સાધુએ પોતાના પાત્રમાં “પાતિત’ (લીધેલા) પિંડને જોવાં. કે તે ભાત, કે ભાંગેલો-ચૂરેલો છૂટો પદાર્થ ચૂરમું વગેરે સ્વાભાવિક છે ? કે સેકેલા જવચણા વગેરેના લોટના કે મગના લોટના બનાવેલા પિંડ (લાડ) વગેરે કૃત્રિમ છે ? કૃત્રિમ પિંડને ભાંગીને જોઈ લેવો. કારણ કે કોઈ સાધુના દ્વેષીએ લાડુમાં વીંટી, રત્ન વગેરે મૂકીને લાડુ બનાવેલો હોવાનો સંભવ છે. તેમ ન કરે તો ચોરીનું કલંક, રાજા તરફથી ઉપદ્રવ વગેરે થઈ શકે છે.
(૯) ગુરુકઃ ગૃહસ્થનું વહોરાવવાનું સાધન કે તેના ઉપરનું ઢાંકણ વગેરે ઘણું ભારે હોય તે “ગુરુક' કહેવાય. એવું ભારે ઉપાડતાં કે નીચે મૂકતાં પડી જવાનો સંભવ ૧૩. એક વણિકને ત્યાં વાછરડો હતો, એક દિવસ તેને ઘરે કોઈ કારણે જમણવાર હોવાથી તેને
કોઈએ ચારો-પાણી આપી શક્યું નહિ, સહુ પોતાના કામમાં મશગુલ હતા, એમ મધ્યાહ્ન થતાં ભૂખ્યા વાછરડાએ રડવા માંડયું. તે સાંભળી શેઠની પુત્રવધુ કે જેણે બહુમૂલ્ય વાળાં આભરણ-અલંકાર પહેરેલાં હતાં, તેણીએ વાછરડાને ચારા-પાણી ખવડાવ્યું. તે વેળા વાછરડાની દૃષ્ટિ માત્ર ચારા-પાણીમાં જ હતી, શેઠાણીના રૂપ કે વસ્ત્રાલંકાર તરફ નહિં. તેમ સાધુએ પાત્ર કે પિંડને જ સદોષ-નિર્દોષ જોવાં, પણ વહોરાવનારના રૂપ, રંગ કે આભરણ-અલંકાર તરફ લક્ષ્ય પણ આપવું નહિ.