________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
માત્રક આટલા વાંના તો સાથે રાખે જ. (૭) માત્રક : ભિક્ષાએ ફરતાં સાધુએ સંસક્ત (જીવયુક્ત) પદાર્થ આવી જાય તો તેને અલગ કરવા માત્રક લઈને જવું. અપવાદે બીમાર સાધુની ગોચરી માટે જલ્દી જવાનું હોય ત્યારે અનાભોગથી અથવા માત્રકને રંગ કર્યો હોય તો તેને ન લઈ જાય. (૭) કાયોત્સર્ગ : ઉપયોગનો કાયોત્સર્ગ કરીને નીકળવું. અનાભોગ અથવા ઉતાવળના કા૨ણે કાયોત્સર્ગ કર્યા વિના જવાનું બની શકે. (૮) ‘ખસ્સું ય નો’ ભિક્ષા માટે જતાં ગુરુની આગળ ‘જસ્સ જોગો' અથવા જવું. આમાં અપવાદ નથી. જો ન કહે તો ગુરુની ચોરી ગણાય.
૪૪
ઉપર કહેલી વિધિ કરીને શ્રી ગૌતમસ્વામીનું નામસ્મરણ કરવાપૂર્વક જે બાજુની નાસિકામાંથી પવન વહેતો હોય તે બાજુનો પગ પ્રથમ ઉપાડી દંડનો છેડો જમીનને ન અડકે તે રીતે ગ્રહણ કરી પોતે જે ગામમાં હોય તે ગામમાં ભિક્ષા માટે જાય.
જો નજીકમાં બીજા ગામે ભિક્ષા માટે જવાનું હોય તો આ વિધિ જાણવો - પ્રથમ ગામ બહાર રોકાઈને કોઈને ભિક્ષાનો સમય પૂછે, જો સમય થયો હોય તો પ્રવેશ કરે અને ભિક્ષા સમયની વાર હોય તો તેટલો વિલંબ કરી પ્રવેશે, પ્રવેશતાં પગ પ્રમાર્જીને તથા પાત્રાને પ્રમાર્જીને-પ્રતિલેખન કરવા પૂર્વક ગામમાં પ્રવેશ કરે. ગામમાં પેસતાં કોઈ સાધુ અથવા ગૃહસ્થને પૂછીને ત્યાં બીજા સાધુઓ છે કે નહીં તે જાણી લે. એક સામાચારીવાળા હોય તો પાત્રા સહિત ઉપાશ્રયમાં અંદર પ્રવેશી દ્વાદશાવર્ત વદંન કરે, ભિન્ન સામાચારીવાળા હોય તો ઉપકરણો બહાર મૂકીને ઉપાશ્રયમાં પ્રવેશ કરીને વાંદે, સંવિજ્ઞપાક્ષિક (શિથીલ,છતાં સંવેગીના પક્ષપાતી) હોય તો બહાર ઊભા રહીને જ તેમને વાંદી સુખશાતાદિ પૂછે અને ધૂર્ત જેવા ઉન્માર્ગી હોય તો તેઓને માત્ર થોભવંદન કરે. તે પછી તેઓને કુશળ સમાચાર પૂછીને પોતાનું આવવાનું કારણ જણાવે, સ્થાપના કુલો (કારણસર જ ગોચરી જવાતા કુલો) અને નિષિદ્ધ કુલોની પૃચ્છા કરે, તેઓ જણાવે તે રીતે તે કુલોનો ત્યાગ કરી ગોચરી માટે ફરે. નિષિદ્ધ ઘરોમાં ગોચરી જનાર ગણધરોની મર્યાદાનું ઉલ્લઘન કરતો દર્શન-જ્ઞાનાદિનો વિરાધક થાય, તેને બોધિ દુર્લભ થાય છે.
આ રીતે ફરતા સાધુને મોક્ષરૂપ મહાફળ સુલભ બને છે. તેમાં અભિગ્રહધારી સાધુનો વિશિષ્ટ આચાર છે. અભિગ્રહો દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ એમ ચાર પ્રકારે છે. (૧) ‘અમુક વસ્તુ કે અમુક સાધનથી વહોરાવશે તે જ દ્રવ્યને ગ્રહણ કરીશ’ વગેરે દ્રવ્યનો નિયમ કરવો તે દ્રવ્ય અભિગ્રહ. (૨) ૧‘આઠ ગોચરભૂમિઓના ક્રમનો કે
૧. આઠ ગોચર ભૂમિ - (૧) ઋજ્વી, (૨) ગત્વાપ્રત્યાગતિ, (૩) ગોમૂત્રિકા, (૪) પતંગવિથી, (૫) પેટા, (૬) અદ્ધે પેટા, (૭) અત્યંતર શમ્બૂકા, (૮) બાહ્ય શમ્બુકા. આનો વિસ્તાર પંચવસ્તુ ગાથા-૩૦૦થી જાણવો.