________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
અહીં ચક્ષુથી જોવું તે પ્રતિલેખના અને રજોહ૨ણ આદિથી પ્રમાર્જવું તે પ્રમાર્જના કહેવાય.
૩૮
પ્રતિલેખના-પ્રમાર્જના બાદ સ્વાધ્યાય કરવો તે પણ સાપેક્ષ યતિધર્મ છે. પ્રથમ પોરિસી સુધી અર્થાત્ સૂર્યોદયથી પોણો પ્રહર પૂર્ણ થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો. સ્વાધ્યાય ભૂમિના ૧૦૦ ડગલાંની અંદર હાડકા વગેરેની અશુદ્ધિ હોય, તો તેને દૂર કરી, સાધુ કાલગ્રહણ કરનાર હોય તે મુહપત્તિનું પડિલેહણ કરીને, ગુરુને વંદન કરીને શુદ્ધ વસતિનું અને શુદ્ધકાળનું નિવેદન કરે. પછી પ્રથમ વાચાનાચાર્ય પોતે અને પછી તેઓની અનુજ્ઞા પામેલા બીજા સાધુઓ સજ્ઝાય પદ્મવે (પ્રસ્થાપન કરે.) ત્યારબાદ સૂત્રનો સ્વાધ્યાય કરે. આ પોરિસીને સૂત્રપોરિસી પણ કહેવાય છે. વર્તમાનમાં તો ગીતાર્થો ઉપયોગ કરવાના કાલે જ સજ્ઝાય કરવાં વડે સૂત્રમાંડલીનો વિધિ સાચવે છે.
બીજી પોરિસી અર્થ ભણવા માટે હોવાથી અર્થપોરિસી જાણવી. આં' વિધિ ઉત્સર્ગરૂપ જાણવો. અપવાદથી તો સૂત્રો ભણવાનાં બાકી હોય તેવા બાળ (નવ દીક્ષિત) સાધુઓને બંને પોરિસી સૂત્ર ભણવા અને જેઓ મૂળસૂત્રો ભણી ચૂક્યા છે, તેમના માટે બંને પોરિસી અર્થ ભણવા માટે જાણવી.
વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા એમ સ્વાધ્યાય પાંચ પ્રકારનો છે. વિધિપૂર્વક વાચનાચાર્ય પાસે સૂત્ર-અર્થની વાંચના લેવી તે વાચના. તેમાં શંકા પડે તો પૃચ્છા કરે તે પૃચ્છના. ભણેલા સૂત્ર-અર્થનું પરાવર્તન કરવું તે પરાવર્તના. ભણેલા સૂત્રાર્થનું વારંવાર ચિંતન કરવું તે અનુપ્રેક્ષા. ભોલા અર્થોનું યોગ્ય શ્રોતાની આગળ પ્રકાશન કરવું તે ધર્મકથા.
આ પાંચ પ્રકારના સ્વાધ્યાયથી આત્મહિતનું જ્ઞાન થવાથી અહિતથી નિવૃત્તિ અને હિતમાં પ્રવૃત્તિ થાય છે. ભાવ સંવર પ્રગટે છે, નવો નવો સંવેગ પ્રગટે છે, શ્રદ્ધા મજબૂત બને છે, મોક્ષમાર્ગમાં નિશ્ચલતા આવે છે, ઉત્કૃષ્ટ તપની સાધના થાય છે.
બાર પ્રકારના તપમાં સ્વાધ્યાય જેવો બીજો કોઈ ઉત્કૃષ્ટ તપ નથી, કારણ કે તેનાથી વિપુલ પ્રમાણમાં કર્મ નિર્જરા સધાય છે. તેથી પંચવસ્તુમાં કહ્યું છે કે “અજ્ઞાની ક્રોડો વર્ષોમાં જે કર્મો ખપાવે તે કર્મોને ત્રણ ગુપ્તિથી ગુપ્તજ્ઞાની એક શ્વાસોશ્વાસમાં ખપાવે છે.”
વળી સ્વાધ્યાયથી સ્વ-૫૨નો સંસારથી નિસ્તાર થાય છે, ‘પરદેશકત્વ'થી અર્થાત્ અન્યને ઉપદેશ આપી શકવાથી જિનશાસનનો અવિચ્છેદ થાય છે.