________________
શ્રમણ ધર્મ
વારંવાર ગુરુની આજ્ઞા લેવાની શક્ય બનતી ન હોવાથી, અને આવા સૂક્ષ્મકાર્યો પણ ગુરુની આજ્ઞા વિના સાધુને કરવાં કલ્પતાં નથી માટે, રાઈપ્રતિક્રમણના અંતે (ગુરુસમક્ષ બહુવેલ'ની વારંવાર થનારા કાર્યોની) રજા મેળવી લેવાતી હોય છે.
તે પછી વસ્ત્રોને બંને બાજુથી સંપૂર્ણ જોવા પૂર્વક શાસ્ત્રોક્ત વિધિથી પ્રતિલેખના કરવી તે પણ સાપેક્ષ યતિધર્મ છે.
પ્રતિલેખના વસ્ત્રો અને પાત્ર બંન્નેની હોય છે. યતિદિન ચર્યાની ગાથા-૨૮૭માં કહ્યું છે કે “દિવસના પ્રારંભમાં દસ વસ્ત્રોની, ઉગ્વાડા પોરિસી વખતે પાત્રનિર્યોગની (પાત્રાના ઉપકરણોની) અને છેલ્લા પ્રહરે વસ્ત્ર-પાત્ર વગેરે સઘળી વસ્તુઓની પ્રતિલેખના કરવી.” .
દિવસના પ્રારંભમાં નીચે જણાવેલા દસ વસ્ત્રોની પ્રતિલેખના કરવાની (૧) મુખવસ્ત્રિકા, (૨) રજોહરણ, (૩૪) બે નિષદ્યા (ઓઘાના અંદર-ઉપરનાં, બે વસ્ત્રો), (૫) ચોલપટ્ટો, (૬-૭-૮) ત્રણ કપડા, (કામળી અને બે સૂત્રાઉ) (૯) સંથારીયું, (૧૦) ઉત્તરપટ્ટો. નિશીથ ચૂર્ણિમાં અને બૃહત્કલ્પની ચૂર્ણિમાં (૧૧)મો દંડ પણ કહ્યો છે. હવે પ્રતિલેખના (પડિલેહણ)નો ક્રમ આ પ્રમાણે છે. પ્રથમ ખમાસમણ દેવાપૂર્વક પડિલેહણનો આદેશ મેળવીને પ્રથમ મુહપત્તીનું પડિલેહણ કરે. પછી સવારે ઓઘાનું પડિલેહણ વખતે પ્રથમ અંદરનું સૂત્રમય (નિશથિયું) પડિલેહે. (ચોથા પ્રહરે બહારનું ઉનનું ઓધારિયું પડિલેહવું.) તે પછી ચોલપટ્ટાનું પડિલેહણ કરીને ખમાસમણ પૂર્વક-ઇચ્છાકારી ભગવત્ પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી ! આદેશ માંગીને તેર બોલથી શ્રી સ્થાપનાચાર્યનું પડિલેહણ કરવું. યોગ્ય સ્થાને પધરાવી ખમાસમણ દેવાપૂર્વક ઉપાધિ મુહપત્તિ પડિલેહણનો આદેશ માંગી મુહપત્તીનું પડિલેહણ કરવું. તે પછી ઉપધિ સંદિસાવીને, બીજા ખમાસમણ દેવાપૂર્વક ઉપધિ પડિલેહવાનો આદેશ માંગીને શેષ ઉપધિનું પડિલેહણ કરે. શેષ ઉપધિનો ક્રમ ઉપર જણાવ્યો તે પ્રમાણે જાણવો.
૧૦. શાસ્ત્રોમાં પ્રતિલેખનાના સામાન્ય હેતુઓ જીવરક્ષા અને જિનાજ્ઞાનું પાલન છે. તો પણ મુખ્ય
હેતુ આ મનરૂપી માંકડાને વશ કરવાનો છે એમ શ્રીજિનેશ્વરોએ કહ્યું છે. પ્રતિલેખના કરતાં બોલ ચિતવવાનું વિધાન છે તે બોલ, કયા કયા પ્રસંગે-કયા કયા અંગનો સ્પર્શ કરતા ચિતવવા વગેરે વર્ણન પ્રથમ ભાગમાં આપેલ છે તે જોવું. બોલ બોલવા પૂર્વક પ્રતિલેખનાની ક્રિયા પણ આત્મશુદ્ધિ અને સંયમમાં સ્થિરતા માટેની જ ક્રિયા છે. તે વાત બોલના શબ્દોને જોવાથી સ્પષ્ટ સમજી શકાય તેમ છે.