________________
ભાવાર્થ - પ્રભુ ઈર્યાસમિતિની સાથે પુરૂષ પરિમાણભૂમિ ધૂંસરા પ્રમાણને આગળ દેખતાં એવા સાવધાની પૂર્વક વિહાર-ગમન કરતા હતાં તેઓની દૃષ્ટિ સ્વયંના માર્ગથી આજુબાજુ જતી નહોતી, આ પ્રમાણે વિહાર કરતા એવા પ્રભુને દેખીને નાના-નાના બાળકો તેઓ પર ઉપસર્ગ કરે છે, તેઓ પ્રભુની ઉપર ધૂળ નાંખે છે તથા મુક્કા મુઠ્ઠી દ્વારા મારે છે અને આ કૌતુક દેખવા માટે બીજા છોકરાઓને બૂમ મારીને બોલાવે છે ।। ૫ ।।
પ્રભુ પ્રાયઃ કરીને એકાંત સેવી હતા પરંતુ તેઓને ક્યારે ક્યારે નિવાસ સ્થાન એવું પ્રાપ્ત થતું કે જેમાં ગૃહસ્થ - અન્યતીર્થિક પણ હોય, અને તે સ્થાન પર જો કોઈ સ્ત્રી મૈથુન માટે પ્રાર્થના કરે તો પ્રભુ તેનો સ્વીકાર કરતા નહોતા. તેઓ તેને શુભગતિના બાધકરૂપ સમજતા હતા. તેઓ ધર્મ-શુકલધ્યાન ધ્યાતા એવા વૈરાગ્યમાર્ગમાં સ્થિર રહેતા હતા. .૬ II
પ્રભુ ગૃહસ્થોના સંસર્ગથી દૂર રહેતા હતા, કોઈના દ્વારા પૂછાયેલ છતાં પણ કાંઈ જવાબ આપતા નહોતા પરંતુ તેઓ મૌન રહેતા હતા. ધર્મ - શુક્લધ્યાનનું ધ્યાન ધરતા એવા હંમેશા સંયમ અને મોક્ષમાર્ગમાં તલ્લીન રહેતા હતા. ॥ ૭ ॥
જે વાતો પહેલા કહી દીધેલી છે અને આગળ જે બતાવાશે તેનું આચરણ સાધારણ પુરૂષ નિર્વિર્ય કરી શકતા નથી, પ્રભુ મહાવીરનું આચરણ તે પ્રમાણે જ હતું જેનું આચરણ સાધારણ પુરૂષો દ્વારા થઈ શકતું નથી. જો કોઈ પ્રભુને વંદના કરે તો તેની સાથે બોલતા નહોતાં, અને જો કોઈ વંદના ન કરે તો તેના પર ક્રોધ પણ કરતા નહોતા, પ્રતિકૂળ ઉપસર્ગ થાય ત્યારે ચિત્તમાં ખિન્નતા ખેદ ને ધારણ કરતા નહોતા, જ્યારે પ્રભુ અનાર્ય દેશમાં પધાર્યા ત્યારે ત્યાના અનાર્ય લોકોએ પ્રભુને વિવિધ પ્રકારના કષ્ટ આપ્યા તો પણ પ્રભુ સદા શાંત અને સમભાવી કાયમ રહેલા હતા | ૮ ||
भावार्थ:- भगवान् ईर्यासमिति के साथ पुरुष परिमाण भूमि को आगे देखते हुए सावधानी पूर्वक गमन करते थे । उनकी दृष्टि अपने मार्ग से इधर उधर नहीं जाती थी। इस प्रकार जाते हुए भगवान् को देख कर छोटे छोटे लड़के उन पर उपसर्ग करते थे । वे उन पर धूलि फेंकते थे तथा मुक्कों आदि से मारते थे और कौतुक देखने के लिए दूसरे लड़कों को पुकारते थे ॥५॥
भगवान् प्रायः एकान्तसेवी थे परन्तु कभी कभी जब उनको निवास स्थान ऐसा प्राप्त होता जिसमें गृहस्थ और अन्यतीर्थिक भी होते, उस स्थान पर यदि कोई स्त्री मैथुन के लिए प्रार्थना करती तो भगवान् उसे स्वीकार नहीं करते थे । वे इसे शुभ गति का बाधक समझते थे । वे धर्म ध्यान और शुक्ल ध्यान ध्याते हुए वैराग्य मार्ग में ही स्थित रहते थे ॥६॥
भगवान् गृहस्थों के संसर्ग से दूर रहते थे। किसी के कुछ पूछने पर वे कुछ भी उत्तर नहीं देते थे किन्तु मौन रहते थे । धर्म ध्यान और शुक्ल ध्यान ध्याते हुए वे सदा संयम एवं मोक्षमार्ग में तल्लीन रहते थे ॥७॥
1
શ્રી બાવાવાળ સૂત્ર QQQQQQQQ
QQQQ ૩૧૩