________________
// શ્રી જગવલ્લભપાર્શ્વનાથાય નમઃ | || નમોનમ: શ્રી ગુરૂ ભદ્રંકરસૂરયે //
યત્કિંચિત
જે પ્રકારે બ્રાહ્મણ સંસ્કૃતિનો આધાર વેદ, બૌધ્ધ સંસ્કૃતિનો આધાર ત્રિપિટક તે પ્રકારે જ જૈનસંસ્કૃતિનો આધાર ગણિપિટક અર્થાત્ બાર અંગ સૂત્ર છે.
નંદીસૂત્રમાં શ્રુતજ્ઞાનના જે ચૌદ ભેદ બતાવ્યા છે તેમાં તેરમો ભેદ અંગપ્રવિષ્ટ છે. મુખ્યરૂપથી શ્રુતજ્ઞાનના બે ભેદ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય, આચારાંગ આદિ બાર સૂત્રો (અંગો) અંગપ્રવિષ્ટ છે અને બીજા સૂત્રો અંગબાહ્ય ગણાય છે. જેમ પુરૂષના શરીરમાં ર-પગ, ૨-જંઘા, ૨-ઉરુ, ૨-પડખા, ૨-બાહુ, ૧-ગરદન, ૧-સિર આ પ્રમાણે ૧૨ અંગો છે. તે પ્રકારે ધૃતરૂપી પુરુષના પણ ૧૨ અંગ છે.
તીર્થંકર પ્રભુ અર્થનું દાન આપે, ગણધરી દ્વારા સૂત્ર રચના થાય છે. ગણધરોથી અતિરિક્ત એટલે કે બીજા વિદ્યાસંપન્ન આચાર્યો દ્વારા રચાયેલા શાસ્ત્ર અંગબાહ્ય કહેવાય છે. અંગપ્રવિષ્ટના ૧૨ ભેદ ૧. આચારાંગ
૨. સૂયગડાગ-સૂત્રકૃતાંગ ૩. ઠાણાંગ-સ્થાનાંગ
૪. સમવાયાંગ ૫. વિવાહપણરી-વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૬. ણાયાધમ્મકહાઓ-જ્ઞાતાધર્મકથા
ભગવતી સૂત્ર ૭. ઉવાસગદેસાઓ-ઉપાસકદશા ૮. અંતગડદસાઓ-અન્તકૃદશા ૯. અણુત્તરોવવાઈયદાઓ ૧૦, પહવાગરણાઈ ૧૧. વિવાગસુ-વિપાકશ્રુત ૧૨. દિફિવાઓ-દૃષ્ટિવાદ આમાં બારમું દ્રષ્ટિવાદ અંગ આજે ઉપલબ્ધ નથી.
.