________________
વિધાર્યો છે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ તરફથી આ પુસ્તકના પશમર્શકની હેસિયતથી કાર્ય કરતાં “પદર્શન'ની આ એજનામાં રસ દાખવીને અને આ પુસ્તકને સમીક્ષાત્મક દષ્ટિએ વાંચી સૂચનો કરીને ગુજરાત યુનિવર્સિટીના તત્વજ્ઞાનના પ્રાધ્યાપક ડો. જયેન્દ્રકુમાર યાજ્ઞિકે મને ઉપકૃત કર્યો છે તે બદલ હું તેમને આભાર માનું છું. ભારતીય દર્શનને સમજવાની દષ્ટિ અને પ્રદાન કરનાર અને મારે માટે શાશ્વત પ્રેરણાસ્ત્રોત સમા કુશલદ્રષ્ટા પંડિત શ્રી સુખલાલજી તરફ મારો કુતભાવ શબ્દબદ્ધ કો અશક્ય છે. આ પુસ્તકમાં જે કંઈ સત્ત્વ છે તે તેમણે પ્રદાન કરેલી દષ્ટિને આભારી છે અને જે કંઈ ક્ષતિઓ છે તે મારી અણસમજને કારણે છે.
આ પુસ્તક ન્યાય-વૈશેષિકના તેમ જ અન્ય ભારતીય દર્શનના વિશેષ અભ્યાસ માટે વાચકેમાં રસ જગાડશે તે મારો શ્રમ સાર્થક થયા. મને આનંદ થશે. અને,
परमार्थभावनाक्रमसमुन्मिषत्पुलकलाञ्छितकपोलम् । स्वकृतीः प्रकाशयन्तः पश्यन्ति सतां मुखं धन्याः ॥
લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અમદાવાદ-૯ ૨૬ જાન્યુઆરી ૯૭૪
નગીન જી. શાહ
ઉપાધ્યક્ષ