________________
ન્યાયદર્શન
તર્કના પ્રકારે નવ્યયાયિક તર્કના પાંચ પ્રકારો ગણાવે છે–(૧) પ્રમાણબાધિતાર્થપ્રસંગ,. (૨) આત્માશ્રય, (૩) અન્યોન્યાશ્રય, (૪) ચક્રકાશ્રય અને (૫) અનવસ્થા.
આ પાંચમાં પ્રમાણબાધિતાર્થપ્રસંગ જ મુખ્ય તર્ક છે. એનું નિરૂપણ. આપણે કરી દીધું છે. બાકીના ચાર તર્કોનું નિરૂપણ હવે કરીએ છીએ.
આત્માશ્રય–પદાર્થ પિતાની ઉત્પત્તિ, સ્થિતિ કે જ્ઞપ્તિ માટે પિતાના જ ઉપર સાક્ષાત આધાર રાખતો હોય એવું અનિષ્ટ જેમાં દર્શાવવામાં આવે તે આત્માશ્રય તક છે. ઉદાહરણાર્થ, પૃથ્વી ગધવતી છે કારણ કે તેનામાં ગબ્ધ છે. અહીં ગન્ધવત્તા પિતાની સિદ્ધિ માટે પોતાના ઉપર જ આધાર રાખે છે. તેથી અહીં આત્માશ્રયરૂપ અનિષ્ટપ્રસંગ છે. આને જ પાશ્ચાત્ય તર્કશાસ્ત્રમાં Petitio Principi કહેવામાં આવે છે.
અન્યોન્યાશ્રય–બે પદાર્થો પિતાની સિદ્ધિ માટે એકબીજાની અપેક્ષા રાખતા. હોય એવું અનિષ્ટ જેમાં દર્શાવવામાં આવે તે અ ન્યાશ્રય (Mutual dependence) તક છે. ઉદાહરણાર્થ, વેદ પ્રમાણ છે કારણ કે તે સર્વસ, ઈશ્વશ્કતૃક છે. ઈશ્વર સર્વત છે. કારણ કે વેદ તેમ કહે છે. અહીં વેદનું પ્રમાણુ સર્વજ્ઞ ઈશ્વર ઉપર આધાર રાખે છે અને ઈશ્વરની સર્વજ્ઞતા વેદ ઉપર આધાર રાખે છે. તેથી અહીં અન્યોન્યાશ્રયરૂપ અનિષ્ટપ્રસંગ છે.
ચક્રક—બેથી વધારે પદાર્થો પોતાની સિદ્ધિ માટે પરસ્પર સાપેક્ષભાવથી ચઢંકાકારે એકબીજા પર આધાર રાખતા હોય એવું અનિષ્ટ જેમાં દર્શાવવામાં આવે તે ચક્રક (Circular Reasoning) તક છે. '
અનવસ્થા–જે આપત્તિને ક્યાંય વિશ્રામ યા અન્ત થતો નથી અને અનંત ધારા ચાલ્યા કરે છે તે આપત્તિને અનવસ્થા (Infinite Regress) કહેવામાં આવે છે. જે અનવસ્થા પ્રમાણસિદ્ધ હોય છે તે અનવસ્થાને ઈછાપરિરૂપ ગણવામાં આવે છે, કારણ કે તેને બધા જ સ્વીકારે છે. જે અનવસ્થા પ્રમાણ સિદ્ધ નથી તેને જ અનિષ્ટ આપત્તિરૂપ ગણવામાં આવે છે. તેનું ઉદાહરણ નીચે પ્રમાણે છે. પરમાણુને સાવયવ માનીએ તે તેના અવયવોને અવયવો માનવા પડે, પછી આ અવયવોના અવયવો માનવા પડે અને એનો અંત ક્યાંય આવે જ નહિ. તેથી અહીં અનવસ્થારૂપ અનિષ્ટપ્રસંગ આવે છે.
આત્માશ્રય આદિ તક નથી પરંતુ આત્માશ્રયાદિનિબન્ધન અનિષ્ટપ્રસંગ તર્ક છે. આપત્તિ આ પાંચેય પ્રકારોમાં સમાન છે. તેથી તે તકના પ્રકારે છે.