________________
પડદન
ઉપાદાનકારણુ માયા થા અવિદ્યા જ હાય. જે પરમ સત્ છે તે તેા બ્રહ્મ છે, તે પરમ સત્ બ્રહ્મના અધિષ્ઠાન ઉપર-કહે કે ફલક ઉપર–અવિદ્યા માયિક જગતરૂપે પ્રગટ થાય છે. આમ જગતના પદાથેŕનુ જ્ઞાન મિથ્યા જ્ઞાન છે. હકીકતમાં જગતના પદાર્થં અજ્ઞાનની નીપજ છે, મિથ્યા છે. તત્ત્વજ્ઞાનથી આ મિથ્યાજ્ઞાન બાધિત થાય છે. અવિદ્યા ।તે સત્-અસવિલક્ષણ છે – અનિવ’ચનીય છે. તે સત્ નથી કારણ કે તે તત્ત્વજ્ઞાનભાષ્ય છે. તે અસત્ નથી કારણું કે તે જગતનું ઉપાદાનકારક છે. શંકરના આ સિદ્ધાન્તને અનુકૂળ જ તેમને અધ્યાસવાદ છે. આપણને દોરડીમાં ભ્રાન્ત સાપનું જ્ઞાન થાય છે. આ મિથ્યા જ્ઞાન છે. અહીં સાપ આપણા અજ્ઞાનની નીપજ છે, તેનું ઉપાદાનકારણ આપણું અજ્ઞાન છે. દેરડી તેનું અધિષ્ઠાનકારણ છે. આપણા અજ્ઞાનને ભ્રાન્ત સાપ ઉપજાવવા માટે યોગ્ય ફલક-અધિષ્ઠાનની જરૂર છે. આપણે દેરડીરૂપ અધિષ્ઠાન ઉપર અવિદ્યાજન્ય આન્તર સપના આરેપ કરીએ છીએ. ઉત્તરકાળે દારડીનું તત્ત્વજ્ઞાન થતાં મિથ્યાજ્ઞાન દૂર થાય છે. સ` સત્ નથી કારણ કે તેનું જ્ઞાન બાધિત થાય છે. તે અસત્ પણ નથી કારણ કે પ્રતિભાસકાળે તેા તેના પ્રતિભાસ જ્ઞાનમાં થાય છે. આમ સપ` સત્-અસવિલક્ષણ છે. તેને સરૂપે વ`વી નથી શકતા કે અસતરૂપેય વર્ણવી નથી શકતા, એટલે તે અનિવ ચનીય છે. આ કારણે શાંકર અદ્વૈતના ભ્રમજ્ઞાનવિષયક સિદ્ધાન્તને અનિવચનીયખ્યાતિ કહેવામાં આવે છે.૧૩
૫૭૨
(૬) મીમાંસકસ’મત અલૌકિકા ખ્યાતિવાદ
જેવી રીતે સાંખ્યો અવિદ્યમાન-અસત્——વસ્તુને જ્ઞાનમાં પ્રતિભાસ નથી માનતા તેવી જ રીતે કેટલાક મીમાંસક ચિંતા પણ અવિદ્યમાન વસ્તુને જ્ઞાનમાં પ્રતિભાસ નથી માનતા. તેઓ કહે છે કે ખીજા લોકો શુક્તિમાં રજતજ્ઞાન માની એને વિપરીત જ્ઞાન કહે છે તે બરાબર નથી. જ્ઞાનમાં આ પ્રકારને વિષય સંભવતા જ નથી. વિષય એક હેાય અને પ્રતિભાસ કાઈ ખીજાતા જ થાય એ અશકય છે. આ મીમાંસકેા અનુસાર વસ્તુતઃ અથ એ પ્રકારના છે–વ્યવહારસમથ અને વ્યવહારાસમ. વ્યવહારસમ અથ લૌકિક કહેવાય છે અને વ્યવહારાસમથ અર્થા અલૌકિક કહેવાય છે. કહેવાતા બ્રાન્ત રજતજ્ઞાનમાં વિષય લૌકિક રજત નથી પરંતુ અલૌકિક રજત છે. રજતજ્ઞાનમાં પ્રતિભાસિત હોવાથી તે સત્પ રજત છે પરંતુ વ્યવહારાસમથ હોવાથી તે અલૌકિક રજત છે.૧૪