________________
અધ્યયન ૫
ઉપમાન
ઉપમિતિ વૃદ્ધજન પાસેથી જ્ઞાત-અજ્ઞાત બે વસ્તુઓને સાદશ્યને હવાકય દ્વારા જાણ્યા પછી અજ્ઞાત વસ્તુમાં જ્યારે તે સાદગ્ય પ્રત્યક્ષ થાય છે ત્યારે વૃદ્ધવાક્યનું
સ્મરણ થાય છે, પરિણામે તે વસ્તુ અમુક પદવા છે એવું જે જ્ઞાન જન્મે છે. તે ઉપમિતિ છે. ઉદાહરણાર્થજે ગવય પશુને જાણતા નથી તે અરણ્યવાસી. પાસેથી જાણે છે કે ગવય ગેસદશ હોય છે. આવા વાક્યને અતિદેશવાક્ય કહેવામાં આવે છે. તે વાક્યમાં જેને ગવય અજ્ઞાત છે તેની દષ્ટિએ જ્ઞાત (ગાય) અને અજ્ઞાત (ગવય) વચ્ચેનું સાદગ્ય પ્રતિપાદિત થયું છે. હવે આ વ્યક્તિ જંગલમાં જાય છે. ત્યાં તે ગેસદશ પશુને દેખે છે અર્થાત તે પશુગત ગોસાદશ્ય તેને પ્રત્યક્ષ થાય છે, તેને ગવય ગેસદશ હોય છે એ પૂર્વકૃત અંતિદેશવાક્યનું
સ્મરણ થાય છે, ફળરૂપે ગવથ–પશુ ગવયપદવા છે એવું સંજ્ઞાસંગ્નિસંબંધનું જ્ઞાન તેને થાય છે. આ સંજ્ઞાસંગ્નિસંબંધજ્ઞાન ઉપમિતિ છે. તેનું જે સાધકામ કારણ છે તે ઉપમાન પ્રમાણે છે.'
ઉપમાન પ્રમાણ આપણે જોયું કે ઉપમિતિની ઉત્પત્તિમાં સદશ્યદર્શન અને અતિદેશવાક્યસ્મરણ બંને આવશ્યક છે. તેથી પ્રશ્ન ઊઠે છે કે આ બેમાં ઉપમિતિનું કારણ (=ઉપમાન પ્રમાણ) કોને ગણવું ? અર્થાત તે બેમાં ઉપમિતિનું સાધતમ કારણ કયું માનવું ? આ પ્રશ્રન પરવે નૌયાયિકમાં મતભેદ છે. જયંત ભટ્ટ જણાવે છે કે વૃદ્ધ યાયિકોને મતે અતિદેશવાક્ય(સ્મરણ) ઉપમિતિનું કારણ છે. વધુમાં તે જણાવે છે કે ભાષ્યકાર વાત્સ્યાયન આ મતના સમર્થક છે. જયંત ભટ્ટની વાત સાચી છે. ૪ વાર્તિકકાર ઉદ્યોતક ભિન્ન મત ધરાવે છે. તેમના પ્રમાણે અતિદેશવાક્યસ્મરણ ઉપમિતિનું સાધતમ કારણ નથી પરંતુ સારશ્ય-- દર્શન ઉપમિતિનું સાધક્તમ કારણ છે. તે કહે છે કે અતિદેશવાક્ય(=આગમ)સ્મરણસાપેક્ષ સારૂપ્યપ્રત્યક્ષ જ ઉપમાન પ્રમાણ છે. ઉદયનાચાર્ય અને નવ્યનૈયાયિક ગવયનિષ્ઠ ગોસાદશ્યના પ્રત્યક્ષને ઉપમિતિનું કરણ (=સાધક્તમકરણ)