________________
ન્યાયદર્શન
પદ
યુક્ત હેવાં જોઈએ. આ જ્ઞાનના કરણરૂપ વસ્તુ બીજી કરણરૂપ વસ્તુઓથી તદ્દન ભિન્ન જાતિની છે. જ્ઞાનના કરણરૂપ વસ્તુ ઇન્દ્રિય જાતિની છે જ્યારે બીજી કરણરૂપ વસ્તુઓ ઈન્દ્રિયજાતિની નથી. ઈન્દ્રિયરૂપ કરણ ક્યારેય પ્રત્યક્ષ થતું નથી જ્યારે બીજે કરણ પ્રત્યક્ષ થાય છે. એટલે ક્રિયા ઉપરથી કરણસામાન્યનું અનુમાન (=કાર્ય ઉપરથી કારણનું અનુમાન=શેવત અનુમાન) કરી જ્ઞાનના કરણવિશેષ ઈન્ડિયનું અનુમાન કરવું તે સામાન્ય દષ્ટ અનુમાન છે. અહીં કરણસામાન્ય દષ્ટ છે, કરણવિશેષ (ઈન્દ્રિય) કદીય દષ્ટ નથી; કેઈક કરણ દષ્ટ છે, ઇન્દ્રિયરૂપ કરણ દષ્ટ નથી. સાધ્ય ઇન્દ્રિય છે. તેમાં ઈન્દ્રિયસ્વસામાન્ય અને કરણવસામાન્ય બે સામાન્ય રહેલાં છે. ઇન્દ્રિય,વસામાન્ય કરણવસામાન્યાન્તર્ગત છે. કરણત્વ દષ્ટ છે જ્યારે ઈન્દ્રિય કદીય દષ્ટ નથી. એટલે ઇન્દ્રિયત્વનું અનુમાન તે ઈયિત્વ કરણત્વાન્તર્ગત હોઈ શકય બને છે. આમ કદીય પ્રત્યક્ષગોચર નહીં એવા ઇન્દ્રિયરૂપ કરણવિશેષનું અનુમાન સામાન્યત દષ્ટ’ અનુમાનનું ઉદાહષ્ણુ છે.'
સામાન્યતદષ્ટ અનુમાનને નીચે પ્રમાણે પણ સમજાવવામાં આવે છે. પૂર્વવત અને શેષવતમાં કાર્યકારણસંબંધના આધાર ઉપર અનુમાન કરવામાં આવે છે, જ્યારે સામાન્યતદષ્ટ અનુમાનનો આધાર કાર્યકારણભાવ નથી. બે વસ્તુઓ એવી હોય કે જેમની વચ્ચે કાર્યકારણભાવ ન હોય તેમ છતાં એકને બીજી સાથે નિયત સંબંધ હોય તો એક ઉપરથી બીજીનું અનુમાન થઈ શકે છે. ઉદારરિણાર્થ, શિંગડા ઉપરથી પૂંછડાનું અનુમાન. શિંગડા અને પૂંછડા વચ્ચે કાર્યકારણભાવ સંબંધ નથી. અર્થાત નથી શિંગડું પૂંછડાનું કારણ કે નથી - પૂંછડું શિગડાનું કારણ તેમ છતાં જાનવરનું શિંગડું જોઈ તેના પૂછડાનું અનુમાન આપણે કરી શકીએ છીએ. કેરીનું રૂપ જોઈ રસનું અનુમાન કરીએ છીએ. અહીં રૂપ અને રસ વચ્ચે કાર્યકારણભાવ નથી. એટલે આને પણ સામાન્યતદષ્ટ અનુમાનનું ઉદાહરણ ગણવામાં આવે છે ૪૭
- (૨) અન્વયવ્યતિરેકી–કેવલાવી-કેવલવ્યતિરેકી૪૮ :
અનુમાનના આ ત્રણ ભેદોને સમજવા માટે પક્ષ, સપક્ષ અને વિપક્ષની પરિભાષા સમજી લેવી જરૂરી છે. પક્ષ તે છે જ્યાં આપણે સાથે સિદ્ધ કરવા ઈચ્છીએ છીએ, જેમ કે પર્વત; સમક્ષ તે છે જ્યાં આપણને સાધ્યનું જ્ઞાન પહેલેથી છે, જેમ કે રસોઈઘર;૪૯ વિપક્ષ તે છે જ્યાં આપણને સાધ્યના અભાવનું જ્ઞાન પહેલેથી છે, જેમ કે સરોવર.પ૦ સપક્ષ અને વિપક્ષ ક્રમશઃ અન્વયવ્યાપ્તિ અને વ્યતિરે વ્યાપ્તિના ઉદાહરણના રૂપમાં આવે છે. અન્વયવ્યાપ્તિ અને વ્યતિરેકવ્યાપ્તિનું નિરૂપણ આપણે કરી ગયા છીએ.