________________
પ૬
પદ્દન સંબંધ જ્ઞાત થાય છે. પરંતુ પક્ષધમતાજ્ઞાન અને વ્યાપ્તિજ્ઞાનને પરિણામે જન્મતા લિંગપરામર્શરૂપ જ્ઞાન દ્વારા પક્ષ, લિંગ અને સાધ્ય ત્રણેયનો સંબંધ જ્ઞાત થાય છે. અર્થાત , લિંગપરામ પક્ષ, લિંગ અને સાધ્ય ત્રણેયનું સંકલન કરે છે.
અનુમિતિ આ પરામર્શ જન્ય જ્ઞાન અનુમિતિ છે.૩૭ “અગ્નિવ્યાપ્ય ધૂમવાળે પર્વત છે એવો પરામર્શ જ આ પર્વત અસિવાળે છે એવા અનુમિતિજ્ઞાનનું સાક્ષાત કારણ છે. મીમાંસકે અને વેદાન્તીઓ કહે છે કે પક્ષધર્મતાજ્ઞાન અને વ્યાપ્તિજ્ઞાન થતાં જ અનુમિતિ જન્મે છે, વચ્ચે પરામર્શને માનવાની કઈ જરૂર નથી. વ્યાપ્તિ દ્વારા આપણને લિંગ અને લિંગીના નિયત સંબંધનું જ્ઞાન થાય છે. અને પક્ષધર્મતાજ્ઞાનથી આપણને લિંગ અને પક્ષના સંબંધનું જ્ઞાન મળે છે. આમ થતાં જ પક્ષ અને લિંગીને સંબંધ સ્થાપિત થઈ જાય છે, લિંગપરામર્શની કેઈ આવશ્યક્તા નથી.
આના ઉત્તરમાં તૈયાયિક કહે છે કે પ્રત્યેક પ્રમાણમાં ત્રણ અંગો હોય છે— (૧) કરણ (૨) કરણવ્યાપાર અને (૩) ફળ. અનુમાનની બાબતમાં વ્યાપ્તિજ્ઞાન અને પક્ષધર્મતાજ્ઞાન કરણ (સાધકતમ કારણ) છે. આ કરણને વ્યાપાર શે છે? પરામશે. આ વ્યાપાર યા ક્રિયાનું ફળ અનુમિતિ છે. આમ વ્યાપ્તિજ્ઞાન અને પક્ષધર્મતાજ્ઞાન અનુમિતિનું સાધકતમ કારણ હોવા છતાં તે સાક્ષાત્ કારણ નથી પરંતુ સ્વવ્યાપાર પરામર્શ દ્વારા જ કારણ બને છે. આમ અનુમિતિનું ચરમ(=અન્તિમ). કારણ તે પરામર્શ જ છે. તેથી અનુમિતિને પરામર્શ જન્ય ગણવામાં આવી છે.
અનુમાનના પ્રકાર અનુમાનના ત્રણ રીતે વિભાગ કરવામાં આવે છે. એક રીતે તેનો વિભાગ પૂર્વવત , શેવત અને સામાન્યતેદષ્ટ ભેદોમાં કરવામાં આવે છે. બીજી રીતે તેને વિભાગ અન્વયવ્યતિરેકી, કેવલાન્વયી અને કેવલવ્યતિરેકી આ ત્રણ ભેદમાં કરવામાં આવે છે, અને ત્રીજી રીતે તેનો વિભાગ સ્વાર્થ અને પરાર્થ એ બે ભેદમાં કરવામાં આવે છે.
(૧) પૂર્વવત -શેષવત–સામાન્યતેદષ્ટ પૂર્વવત, વગેરે ત્રણ અનુમાનનું ખરું સ્વરૂપ શું છે તે વિષે મતભેદ છે. વાત્સાયને પણ દરેકનાં બે-બે રૂપો આપ્યાં છે. અર્થાત તેમણે બે રીતે પ્રત્યેક નામનું અર્થઘટન કર્યું છે.