SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયદર્શન No૫ પ્રમાતા ત્યાં સાધ્યને પુરવાર કરી શકે, અન્યથા નહિ. જ્યાં સુધી પક્ષધર્માતાતાવ ન થાય ત્યાં સુધી વ્યાપ્તિજ્ઞાન કાર્યક્ષમ બનતું નથી. જ્યાં ધૂમાડા હોય છે ત્યાં અનિ હોય છે એવું વ્યાપ્તિત્તાન હેવા છતાં જો કોઈ સ્થાન વિશેષમાં (=પક્ષમાં) આપણને ધૂમાડાનું જ્ઞાન થતું નથી તે તે સ્થાનવિશેષમાં આપણે અગ્નિનું અનુમાન કરી શકતા નથી.૧૫ પક્ષધર્મતાનું જ્ઞાન કેવી રીતે થાય છે ? પક્ષધર્મતાનું જ્ઞાન માટે ભાગે પ્રત્યક્ષથી થાય છે અને કેટલીક વાર આગમ યા શબ્દપ્રમાણથી થાય છે. વ્યાપ્તિ (૧) વ્યાપ્તિને અર્થ—વ્યાપ્તિ એટલે શું ? વ્યાપ્તિનો અર્થ છે ‘વિશેષરૂપે આપ્તિ અર્થાત સંબંધ”. આ સંબંધની વિશેષતા એ છે કે તે બે વસ્તુઓના નિયત સાહચર્યરૂપ છે.૧ સહચર્યને અર્થ છે એક સાથે રહેવું તે.” માછલી અને જળ એક સાથે રહેતા જણાય છે. તેથી તેમની વચ્ચે સાહચર્ય સંબંધ છે. પરંતુ તે સંબંધ નિયત નથી. કેટલીક વખત માછલી જળ જ્યાં ન હોય ત્યાં પણ હોઈ શકે છે અને જળ પણ માછલી વિના હોઈ શકે છે. બીજું વધુ સ્પષ્ટ ઉદાહરણ લઈએ. ઘડો અને જળ સાથે સાથે રહેતા જણાય છે. પરંતુ તેમનો સહચાર નિયત નથી, કારણ કે ઘણી વાર ઘડે પાણી વિના હોય છે અને પાણી ઘડા વિના હોય છે. આમ બે સહચર વસ્તુઓનું એકબીજાથી અલગ પ્રાપ્ત થયું તે વ્યભિચાર છે. વ્યભિચારને અર્થ છે પિતાના વિશેષરૂપથી એકની સાથે જ ન રહેવું પરંતુ બીજાઓની સાથે પણ રહેવું. ઉપર આપેલાં ઉદાહરણોમાં સાહચર્યા સંબંધનો ભંગ પ્રાપ્ત થાય છે અર્થાત એકની સ્થિતિ બીજાના અભાવમાં પણ હોય છે. તેથી તે સાહચર્યસંબંધ વ્યભિચારયુક્ત ગણાય. પરંતુ વ્યાપ્તિ તે અવ્યભિચરિત સાહચર્ય સંબંધ છે. - ' અવ્યભિચરિત સાહચર્યસંબંધ વ્યાપ્તિ ગણાય. અર્થાત,જે સાહચર્યા સંબંધમાં વ્યભિચાર (=અપવાદ) ન હોય તે સાહચર્યસંબંધ વ્યાપ્તિ ગણાય. ઉદાહરણાર્થ, ધૂમાડા અને અગ્નિને સાહચર્યસંબંધ અવ્યભિચરિત છે, નિયત છે. ધૂમ કદીય અગ્નિથી પૃથકુ રહેતું નથી. તે સદા અગ્નની સાથે જ રહે છે. આ નિયમને કદી વ્યભિચાર નથી થતો, આ નિયમમાં કેઈ અપવાદ નથી. બીજા શબ્દોમાં, ધૂમ સર્વદા એકનિષ્કપણે અગ્નિની સાથે જ સહવાસ કરે છે, બીજાની સાથે નહિ. તે એકાતિક છે,૧૭ અનેકાન્તિક નથી. તે એક અગ્નિને આશ્રયે જ રહે છે, બીજા કેઈને આશ્રયે રહેતા નથી. અગ્નિરહિત સ્થળે તે
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy