________________
અધ્યયન ૨
પ્રમાણ
પાનના ભેદો આત્માના નવ વિશેષગુણેમાં જ્ઞાન જ મુખ્ય છે. દર્શનશાસ્ત્રમાં – ખાસ કરીને દર્શનશાસ્ત્રના પ્રમાણભાગમાં (epistemology and Logic) – એનું વિસ્તૃત નિરૂપણ કરવામાં આવે છે. જ્ઞાનના મુખ્ય બે વિભાગ કરવામાં આવે છે – સ્મૃતિ અને અનુભવ. જે સંસ્કારમાત્રજન્ય છે તે સ્મૃતિ છે, અને તેનાથી ભિન્ન જેટલાં જ્ઞાને છે તે બધાનો અનુભવમાં સમાવેશ થાય છે. અનુભવના બે પ્રકાર છે – યથાર્થ અનુભવ અને અયથાર્થ અનુભવ. યથાર્થ અનુભવને પ્રમા કહેવામાં આવે છે અને અયથાર્થ અનુભવને અપ્રમા કહેવામાં આવે છે. યથાર્થ અનુભવના મુખ્ય બે ભેદ છે–સાક્ષાત્કારી (=પ્રત્યક્ષ) યથાર્થ અનુભવ અને પરોક્ષ યથાર્થ અનુભવ. સાક્ષાત્કારી યથાર્થ અનુભવ પ્રત્યક્ષજ્ઞાન છે, જ્યારે પક્ષ યથાર્થ અનુભર્વમાં અનુમાનજ્ઞાન, ઉપમાનજ્ઞાન અને શબ્દજ્ઞાનનો સમાવેશ થાય છે. અયથાર્થ અનુભવના ત્રણ ભેદ છે–સંશય, ભ્રમ અને તક.૧
યથાર્થ અનુભવ(=પ્રમા)નું લક્ષણ યથાર્થ અનુભવનું સ્વરૂપ શું છે ? તેનાં લક્ષણે કયાં છે ? આ પ્રશ્નના ઉત્તર પ્રમાલક્ષણની ચર્ચામાંથી મળી રહે છે. વસ્તુ જેવી હોય તેવી જ ગ્રહણ કરે તે અનુભવ યથાર્થ છે. અર્થાત અનુભવ જે અર્થવ્યભિચારી હોય તે તે યથાર્થ છે. વસ્તુમાં જે રૂપ હોય તે રૂપ જે અનુભવમાં ભાસે છે તે અનુભવ અર્થવ્યભિચારી કહેવાય અને તેને જ યથાર્થ અનુભવ ગણાય. પરંતુ વસ્તુમાં જે રૂપ હોય તેનાથી અતિરિક્ત બીજું જ રૂપ જે અનુભવમાં ભાસે તે તે અનુભવ અર્થવ્યભિચારી કહેવાય અને તેને યથાર્થ અનુભવ ન ગણી શકાય.૨ આ જ વાતને સ્પષ્ટ કરતાં વાસ્યાયન જણાવે છે કે સત્ વસ્તુને સતરૂપે ગ્રહણ કરનારો અનુભવ યથાભૂત (યથાર્થ) છે, અવિપરીત છે, સાચે છે, તેવી જ રીતે અસત્ વસ્તુને અસતરૂપે ગ્રહણ કરનારો અનુભવ યથાભૂત ( યથાર્થ) છે, અવિપરીત છે, સાચો છે. આમ અનુભવ અને અર્થ વચ્ચે અવિસંવાદ હોવો તે જ અનુભવની યથાર્થતા છે. તેથી તર્કસંગ્રહમાં યથાર્થ અનુભવનું લક્ષણ આ