________________
૩૮૪
પદન
છે પરંતુ તેમના સમવાયસંબંધને કારણે તે એ એકબીજાથી ભિન્ન પ્રતીત
થતાં નથી.૪૩
ન્યાય-વૈશેષિકા સામાન્યને પ્રત્યક્ષગ્રાહ્ય માને છે. પર ંતુ કેટલાક સામાન્યાની પ્રત્યક્ષગ્રાહ્યતાની બાબતમાં શંકા ઉદ્ભવે છે. જો વ્યકિતની બ્રાહ્મણત્વ, વૈશ્યત્વ, ક્ષત્રિયત્વ યા શૂદ્રવ જાતિને જણાવવામાં ન આવે તે આપણને તેની જાતિનું પ્રત્યક્ષ થતું નથી. એટલે જયંત કહે છે કે બ્રાહ્મણત્વ આદિ વ્યતિનું પ્રત્યક્ષ ઉપદેશની સહાયથી થાય છે.૪૪ શ્રીધર જણાવે છે કે જ્યારે વ્યક્તિના માતાપિતાનું તેમ જ તેના પૂર્વજોનુ વિશુદ્ધ બ્રાહ્મણત્વ વૃદ્ધ પર ંપરાથી નિશ્રિત થાય છે ત્યારે તે વ્યકિતના પ્રત્યક્ષ સાથે તેના બ્રાહ્મણત્વનું પણ પ્રત્યક્ષ થાય છે જ.૪પ આના સમનમાં તે એક દૃષ્ટાંત આપે છે. રત્નશાસ્ત્રને અભ્યાસી રત્નાના જાતિભેદ પ્રત્યક્ષથી જ જાણે છે પણ જે રત્નશાસ્ત્ર ભણ્યા નથી તેને રત્નાના જાતિભેદ પ્રત્યક્ષ થતા નથી. પરંતુ એથી એવું સિદ્ધ નથી થતું કે રત્નામાં જુદી જુદી જાતિએ નથી અથવા તે રત્નશાસ્ત્રના જાણકારનું પ્રત્યક્ષ પ્રત્યક્ષ નથી.૪૬ જયંત જણાવે છે કે બ્રાહ્મણત્વ વગેરે જાતિઓનું પ્રત્યક્ષ ઉપદેશની અપેક્ષા રાખે છે એટલા ખાતર જ તે જાતિઓનું પ્રત્યક્ષ પ્રત્યક્ષ નથી એમ ન કહી શકાય. એમ તે ગેાત્વસામાન્યનું પ્રત્યક્ષ પણ સંકેતયહણકાળે ઉપદેશની અપેક્ષા રાખે છે.૪૭ જયંત અહીં એ વાત ભૂલે છે—એક તેા, સંકેતગ્રહણકાળે ગાત્વનું પ્રત્યક્ષ તા થાય છે પરંતુ તે ગેાવનું નામ ગાત્વ' છે એનુ’ જ્ઞાન નથી હાતુ. એટલું જ. તે જ્ઞાન જ ઉપદેશથી થાય છે. એથી ઊલટું બ્રાહ્મણત્વનું જ્ઞાન ઉપદેશપૂર્વે હોતું જ નથી, તેનું જ્ઞાન ઉપદેશ પછી જ થાય છે. બીજું, ગેાત્વની બાબતમાં તે। માત્ર એક વાર સંકેતગ્રહણકાળે જ ઉપદેશ જરૂરી છે જ્યારે બ્રાહ્મણત્વની બાબતમાં તા દરેક વ્યકિતનું પ્રત્યક્ષ કરતી વખતે ઉપદેશની જરૂર પડે છે. વળી, વિરાધી જણાવે છે કે સ્ત્રીઓને સ્વભાવ ચંચળ હાઈ વિશુદ્ધ જાતિ સંભવતી જ નથી, એટલે ઉપદેશની સહાયથી જાંતિનું પ્રત્યક્ષ થાય છે એમ કહેવું નિરક છે. વિરાધીની આ દલીલના ઉત્તરમાં શ્રીધર જણાવે છે કે સ્ત્રીઓના શીલની રક્ષાના ઉપાયે અનેક છે, પરિણામે વિશુદ્ધ જાતિ સભવે છે, અને તેમનું પ્રત્યક્ષ પણ ઉપદેશની સહાયથી થાય છે. ૪૮ બાહ્યણુત્વ, વગેરે જાતિઓના બચાવમાં જયંત તે એક વાર એમ પણ કહી દે છે કે ઉપદેશની સહાય વિના બાહ્મણત્વ જાતિનું પ્રત્યક્ષ થાય છે. ક્ષત્રિયાદિવિલક્ષણ સૌમ્ય આકૃતિ દ્વારા આપણને બ્રાહ્મણત્વનું પ્રત્યક્ષ થાય છે. પરંતુ શ્રીધર જેવા તા સ્વીકારે છે કે ક્ષત્રિયજાતીય, વૈશ્યજાતીય અને દ્રજાતીય વ્યકિતઓના