________________
૩૦૦
ષદશ ન
છે જેમાંની એક વસ્તુ ગુણ બીજી વસ્તુ દ્રવ્યમાં જ સદા રહે છે. અર્થાત ગુણ દ્રવ્યમાં જ રહે છે અને બીજા કશામાં રહેતા નથી જ્યારે દ્રવ્ય ગુણો વિના પણ પિતાની ઉત્પત્તિની પ્રથમ ક્ષણે અસ્તિત્વ ધરાવે છે. આ ગુણોની બાબતમાં પણ ન્યાયશેષિકેએ અનિચ્છાએ સ્વીકાવું પડે છે કે ગુણો પિતેય નાશ પામતી વખતે એક ક્ષણ માટે તે પિતાના આધારરૂપ દ્રવ્ય વિના અસ્તિત્વ ધરાવે છે. ન્યાયશેષિકેને મતે કારણના નાશથી કાર્યને નાશ થાય છે. તેથી દ્રવ્યનાશ ગુણનાશનું કારણ બને છે. ગુણનાશ દ્રવ્યનાશનું કાર્ય હાઈ દ્રવ્યનાશથી ઓછામાં ઓછું એક ક્ષણ પછી થવું જોઈએ. આને અર્થ એ કે દ્રવ્યનો નાશ થયા પછી ઓછામાં ઓછું એક ક્ષણ સુધી ગુણોનું અસ્તિત્વ ચાલુ રહે છે.૪૦
આમ ન્યાયમૈશેષિકોને અત્યંત વિચિત્ર માન્યતાને સ્વીકાર કરવો પડે છે. તે એ કે પિતાની ઉત્પત્તિની પ્રથમ ક્ષણે દ્રવ્ય ગુણો વિના હોય છે એટલું જ નહિ પરંતુ ગુણો પણ પોતાના અસ્તિત્વની અંતિમ ક્ષણે દ્રવ્યરૂપ આશ્રય વિના હેય છે; પિતાના અસ્તિત્વની અંતિમ ક્ષણે ગુણો જાણે કે શૂન્યમાં લટકતા રહે છે. આ ઉપરથી એવું ફલિત થાય છે કે ગુણોનું યાવદ્રવ્યભાવિત્વ પ્રથમ ક્ષણે જ નહિ પણ અંતિમ ક્ષણે પણ ખંડિત થાય છે.
(૭) ચોવીસ ગુણને પરિચય (૧) રૂપ–રૂપ ચક્ષુથી જ ગ્રાહ્ય છે. ચક્ષુગત રૂપગુણ ચક્ષુને તેને વિષય રૂપગુણનું ગ્રહણ કરવામાં સહાય કરે છે. રૂપના સાત પ્રકાર છે-શુક્લ, લાલ, પીળું, કાળું, લીલું, ભૂરું અને ચિત્ર. રૂપ પૃથ્વી, જળ, અને તેજ આ ત્રણ દ્રવ્યને જ ગુણ છે. પૃથ્વીમાં બધાં પ્રકારનાં રૂપ હોઈ શકે છે. જળમાં કેવળ શુકલરૂપ હોય છે અને અગ્નિમાં કેવળ ભાસ્વર શુકલરૂપ હોય છે. જલીય અને આગ્નેય પરમાણુઓમાં રૂપ નિત્ય છે જ્યારે પ્રાર્થિવ પરમાણુઓમાં અનિસગથી રૂપનું પદ્વિર્તન થાય છે. અગ્નિસંગથી ઉત્પન્ન થતાં ને પાકજ રૂપિ કહેવામાં આવે છે. પાકજ રૂપની ઉત્પત્તિની પ્રક્રિયા અન્ય સ્થાને આપણે વિસ્તારથી સમજવી છે એટલે અહીં તેની પુનરુતિની જરૂર નથી. ચિત્રરૂપની ચર્ચા પણ આપણે કરી લીધી છે એટલે તેની ચર્ચા પણ આપણે અહીં કરતા નથી.
અવયનું જે રૂપ હોય છે તે જ પ્રકારનું રૂપ તે અવયવોમાંથી બનતા અવયવીમાં ઉત્પન્ન થાય છે. અવયવોનો નાશ થયા પછી જ અવયવીના રૂપને નાશ થાય છે.૪૧