________________
૨૭૬
પદન જગનિર્માણ પ્રક્રિયાના અંગે :
(૧) ઈશ્વર સંકલ્પમાત્રથી જ જગતનું સર્જન કરે છે, તેમાં શરીટાની અપેક્ષા નથી – શરીરની અપેક્ષા નથી. ઈશ્વર અશરીરી છે..
(૨) ઈશ્વરના સંકલ્પમાત્રથી પરમાણુઓમાં આરંભક કર્મ (motion) ઉત્પન્ન થાય છે.
(૩) તે કર્મ (motion) દ્વારા પરમાણુઓ જોડાઈ વણકાદિમે જગતનાં બધાં કાર્યો ઉત્પન્ન કરે છે.
(૪) પરમાણુઓ જગતનું ઉપાદાનકારણ છે. (૫) ઈશ્વર જગતને કર્તા છે. (૬) જીવો પોતાનાં પૂર્વકમેનાં ફળ ભોગવી શકે માટે ઈશ્વર જગત ઉત્પન્ન
કરે છે.
નિર્માણકાર્યની પ્રક્રિયાનું સાતમું અંગ જગનિર્માણ પ્રક્રિયાના અંગ તરીકે ઘટતું ન હોઈ મેટે ભાગે ન્યાય-વૈશેષિક ચિંતકોએ છોડી દીધું છે. ઈશ્વરને . પિતાને પૂર્વકૃત ધર્મ હોય નહિ. આથી જ ઈશ્વરમાં ધર્મ માનવામાં નથી આવ્યું.
આમ નિર્માણ કાયનિમણિની પ્રક્રિયા ગૌણ ફેરફાર સાથે જગનિર્માણની પ્રક્રિયા બની રહે છે. આ દર્શાવે છે કે જગકર્તા ઈશ્વરની ઉત્તરકાલીન ન્યાયવૈશેષિક માન્યતાને આધાર નિર્માણકાર્યકર્તાયેગીની કલ્પના છે. .
(1) ઈશ્વરમાં બુદ્ધિ, ઈચ્છા અને પ્રયત્ન માનવાની બાબતમાં ન્યાય-વૈશેષિક વિચારકેના મતભેદનું તાર્કિક મૂળઃ પ્રયત્નનું કારણ ઈચ્છા છે. ઈચ્છાનું કારણ બુદ્ધિ છે. જ્ઞાન પછી ઈચ્છા થાય છે, ઈચ્છા પછી પ્રયત્ન થાય છે. હવે જે પ્રયત્ન નિત્ય હોય તે બુદ્ધિ અને ઈચ્છાને માનવાનું કે પ્રયોજન નથી. જે. ઈશ્વરમાં પ્રયત્નને નથી માનતા પણ બુદ્ધિ અને ઈચ્છાને માને છે તેઓ ઈચ્છાને નિત્ય માને છે, એટલે તેમણે બુદ્ધિને માનવાની જરૂર નથી. જેઓ ઈચ્છા અને પ્રયત્નને ન માની કેવળ બુદ્ધિને જ ઈશ્વરમાં માને છે તેમની વિરુદ્ધ આ દષ્ટિએ કંઈ કહી શકાય નહિ, આ દષ્ટિએ તેઓ સાચા લાગે છે. શ્રીધર ઈશ્વરમાં કેવળ બુદ્ધિને જ માને છે.
પરંતુ ઈશ્વર કેવળ જ્ઞાન ધરાવતા હોય તે તે જગનિર્માણ કેવી રીતે કરી શકે ? તેથી, ઈચ્છા તે ઈશ્વમાં માનવી જ જોઈએ. ઈશ્વરમાં ઈચ્છા માનીએ એટલે તેને નિત્ય જ માનવી જોઈએ, અને આવી નિત્ય ઈચ્છા જ્ઞાનને નિર