________________
૨૫૬
પાન
કને અનુરૂપ જ્ઞાન, ભાગ અને આયુવાળા પ્રજાપતિએ, મનુ, દેવવિ એ,. પિતૃ, બ્રાહ્મણા, ક્ષત્રિયા, વૈશ્ય, શુદ્રો અને નાનામેટાં પ્રાણીઓ સજે છે અને તેમને પાતપેાતાના કર્મને અનુરૂપ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્યાંથી જોડે છે.૧૧ બ્રહ્માના મેાક્ષને સમય આવે છે ત્યારે સંસારથી – જન્મમરણુ ભ્રમણથી – થાકેલાં પ્રાણીઓના વિશ્રામ માટે મહેશ્વર સંહારની ઈચ્છા કરે છે. સહારેચ્છા સાથે જ બધાં જ કાઈં ક્રમથી પરમાણુઓમાં વિધટન પામે છે. આમ પ્રલય થાય છે. પ્રલયમાં પ્રવિભક્ત પરમાણુએ અને ધર્માં-અધમ સંસ્કારથી અનુવિદ્ધ આત્માએ જ હોય છે.૧૨
આમ પ્રશસ્તપાદ અનુસાર મહેશ્વરના કેવળ સંકલ્પથી સૃષ્ટિ અને સંહાર થાય છે. મહેશ્વરની ઇચ્છિા પવનપરમાણુઓમાં ઉત્પન્ન થતી આરંભક ગતિનુ સાક્ષાત કારણ નથી. તેમની ઇચ્છા તેા અદૃષ્ટોને કાર્યાન્મુખ કરે છે. આત્મસંયુક્ત આવાં અદૃષ્ટો પવનપરમાણુએમાં આરંભક ગતિ ઉત્પન્ન કરે છે. વળી, મહેશ્વર સંકલ્પથી બ્રહ્માને અને સકળ ભુવનને ઉત્પન્ન કરી જીવસૃષ્ટિ માટે બ્રહ્માને નિયુક્ત કરે છે. બ્રહ્મા જીવાને કમ' અનુરૂપ જ્ઞાન, ભેગ, આયુ અને ચેાનિવાળા સર્જે છે.
મહેશ્વર સજ તેચ્છાથી પાંચ ભૂતાને, શરીરધારીઓને રહેવાનાં સ્થાને (ભુવાને) અને બ્રહ્માને સર્જે છે. જીવસૃષ્ટિનું સર્જન બ્રહ્મા કરે છે અને બ્રહ્મા જ જીવાતે તેમનાં કમેë પ્રમાણે જ્ઞાન, ધ, વૈરાગ્ય, ભેગ અને આયુ બક્ષે છે. તેથી બ્રહ્માને લાકપિતામહ કહ્યા છે. બ્રહ્માના મેાક્ષ થાય છે.. બ્રહ્મા પ્રતિસગ ભિન્ન છે જ્યારે મહેશ્વર તે એક અને નિત્ય છે. મહેશ્વરમાં કેવળ ઇચ્છા છે, જ્યારે બ્રહ્મામાં જ્ઞાન (=કમ-ફલજ્ઞાન), વૈરાગ્ય અને ઐશ્વય છે. મહેશ્વર સૃષ્ટિ ઉત્પન્ન કરે છે પણ સૃષ્ટિની ઉત્પત્તિથી તેના વિનાશ સુધીના ગાળામાં તેનું સંચાલન બ્રહ્મા કરે છે. પ્રલયમાં તે કમને અનુરૂપ ફલદાનની ક્રિયા અટકી જાય છે—વિશ્તે છે—એટલે પ્રલયમાં બ્રહ્માની જરૂર નથી. મહેશ્વર કે બ્રહ્માને ઉપદેશક કે વૈદકર્તા તરીકે વર્ણવવામાં આવ્યા નથી.
ઉત્તરકાલીન ન્યાય-વૈશેષિક ગ્રંથાએ બ્રહ્માને દૂર કરી તેનું કાય પણ શ્વરને જ સાંપ્યુ છે. ઈશ્વર જ કમના વિપાકને જાણી તેને અનુરૂપ ફળ તેના કર્તાને આપે છે. વળી, ઉત્તરકાલીન ન્યાય-વૈશેષિક ગ્રંથામાં શ્વિર જ્ઞાન અને ઈચ્છા અને ગુણા ધરાવે છે એમ મનાયું છે. આ વસ્તુ હવે પછીની ચર્ચાર્થી સ્ફટ થશે.