________________
બીજી આવૃત્તિ વેળાએ
પ્રસ્તુત સાંખ્યયોગ ગ્રંથ કેટલાંક વર્ષોથી ઉપલબ્ધ ન હતો. તેની બીજી આવૃત્તિનું પ્રકાશન કરી યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડે વિદ્યાર્થીઓ, જિજ્ઞાસુઓ અને અધ્યાપકોને તે ઉપલબ્ધ કરી આપ્યો એ ખરેખર સ્તુત્ય અને તેના પ્રયોજનને અનુરૂપ છે. તે બદલ બોર્ડનાં અધ્યક્ષ શ્રીમતી વસુબેન ત્રિવેદીનો હું આભાર માનું છું. પ્રથમ આવૃત્તિ અપ્રાપ્ય થઈ એ દર્શાવે છે કે જેમના માટે આ ગ્રંથ લખાયો છે તેમને તે ઉપયોગી નીવડ્યો છે. એનો લેખકને આનંદ હોય જ.
નગીન જી. શાહ
ર૩, વાલકેશ્વર સોસાયટી અમદાવાદ-૩૮૦૦૧૫ ૧૫ ડિસેમ્બર, ૧૯૫