________________
૨૭૦.
પદર્શન
અસંપ્રજ્ઞાત યોગની પ્રાપ્તિ થાય છે. આમ શ્રદ્ધાની સિદ્ધિ થવાથી વીર્યનો ઉદય, વીર્યની સિદ્ધિ થવાથી સ્મૃતિનો ઉદય, સ્મૃતિની સિદ્ધિ થવાથી સમાધિનો ઉદય અને સમાધિની સિદ્ધિ થવાથી પ્રજ્ઞાવિવેકનો ઉદય થાય છે. અભ્યાસથી પ્રજ્ઞાવિવેક પ્રબળ બનતાં અવિદ્યાને દૂર કરે છે. પ્રજ્ઞાવિવેકનો વિશેષ અભ્યાસ કરવાથી તેના પ્રત્યે પણ વૈરાગ્ય જન્મે છે. આને પરવૈરાગ્ય કહે છે. પરવૈરાગ્યથી અસંપ્રજ્ઞાત યોગ જન્મે છે. આ અસંપ્રજ્ઞાત યોગ કૈવલ્યનું કારણ છે. આ ઉપાય પ્રત્યય અસંપ્રજ્ઞાત યોગ વિદેહ અને પ્રકૃતિલય સિવાયના પુરુષોમાં સંભવે છે.
ઉપાય પ્રત્યય અપ્રજ્ઞાત યોગની સિદ્ધિ સૌ યોગીઓને સરખે વખતે થતી નથી પણ કોઈને વહેલી થાય છે અને કોઈને મોડી થાય છે. આનું કારણ ઉપાયના અભ્યાસની અને સંવેગ અર્થાતું વૈરાગ્યની તરતમતા છે. જેટલી તેમની તીવ્રતા ઓછી તેમ સમય વધુ. જે યોગીના અભ્યાસ અને વૈરાગ્યની તીવ્રતા ઉત્કૃષ્ટ હોય છે તેને તરત જ ઉપાય પ્રત્યય અસંપ્રજ્ઞાત યોગની પ્રાપ્તિ થાય છે. જે યોગીના અભ્યાસ અને વૈરાગ્યની તીવ્રતા ઉત્કૃષ્ટ ન હોય તેણે જો આ અસંપ્રજ્ઞાત યોગ એકદમ પ્રાપ્ત કરવો હોય તો તેણે ઈશ્વપ્રણિધાનનો આશરો લેવો.
કેટલાક અસંપ્રજ્ઞાત યોગને નિર્વિકલ્પ સમાધિ કહે છે. પણ આ માન્યતા બરાબર નથી. તેનું ખંડન ભિક્ષુએ કર્યું છે. તે કહે છે કે નિર્વિકલ્પ આત્મજ્ઞાન તો પ્રજ્ઞાત યોગની નિર્વિચાર સમાપત્તિમાં જ થઈ જાય છે. અસંપ્રજ્ઞાત યોંગમાં તો કોઈ પણ પ્રકારના જ્ઞાનનો સંભવ જ નથી. કેમ કે આત્મસાક્ષાત્કારિણી વિવેકખ્યાતિનો પણ અહીં પૂર્ણ નિરોધ થઈ જાય છે. આમ અસંપ્રજ્ઞાત યોગને નિર્વિકલ્પ ગણવો અયોગ્ય છે તેમજ તેમ માનવું ભાગ્યવિરુદ્ધ પણ છે.
- સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત યોગ , પ્રજ્ઞાત યોગ અપ્રજ્ઞાત યોગની પૂર્વભૂમિકા છે. અપ્રજ્ઞાત યોગ યોગની ચરમસીમા છે. સંપ્રજ્ઞાત યોગની પરિપક્વતાનું ફળ છે વિવેકઞાતિ. વિવેકખ્યાતિની ઉત્કૃષ્ટ અવસ્થા છે ધર્મમેઘસમાધિ. એના પ્રત્યે પર વૈરાગ્ય થતાં અપ્રજ્ઞાત યોગની અવસ્થા થાય છે. આમ સંપ્રજ્ઞાત યોગ અપ્રજ્ઞાત યોગનો આધાર છે. પ્રજ્ઞાત યોગમાં રજોમયી અને તમોમયી વૃત્તિઓનો નિરોધ થાય છે પણ કેવળ સાત્ત્વિક વૃત્તિ રહે છે. અર્થાત્ સંપ્રજ્ઞાત યોગમાં પૂર્ણવૃત્તિનિરોધ નથી. અપ્રજ્ઞાત યોગમાં આ સાત્ત્વિક વૃત્તિનો પણ નિરોધ થઈ જાય છે. પરંતુ સંપ્રજ્ઞાત યોગનું મહત્ત્વ ઓછું આંકવું ન જોઈએ. માની લઈએ કે અસંપ્રજ્ઞાત યોગ શીઘ મોક્ષદાયક છે અને સ્વયં પૂર્ણ છે પરંતુ એમ તો સંપ્રજ્ઞાત યોગમાં ય મોક્ષદાયકપણું અને પૂર્ણતા છે. ૧૯ સંપ્રજ્ઞાત યોગ વિના અસંપ્રજ્ઞાત યોગ સંભવતો જ નથી જ્યારે અસંપ્રજ્ઞાત યોગની સહાયતા વિના સંપ્રજ્ઞાત યોગ પોતે જ મોક્ષ પ્રાપ્ત કરાવવા સમર્થ છે. સંપ્રજ્ઞાત યોગમાં પ્રારબ્ધ કર્મો અને વિવેકઞાતિજન્ય સંસ્કારો સિવાય બધાં કર્મો અને બધા સંસ્કારો વિવેકખ્યાતિથી નાશ પામે છે. પ્રારબ્ધ કર્મોનો નાશ કરવાનું સામર્થ્ય વિવેકખ્યાતિમાં નથી એટલે તેમના ભોગ દ્વારા તેમનો નાશ કરી શકાય છે. તેમ થતાં દેહ પડે છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. દેહપાત સુધીની આ વિવેકીની