________________
અધ્યયન ૬. ચિત્તની સ્થિરતા સાધવામાં નડતા અંતરાયો
ચિત્તને સ્થિર થવામાં બાધક અર્થાત્ ચિત્તને વિક્ષિપ્ત કરનાર નવ વસ્તુઓ છે. આ નવને યોગમળો, યોગાન્તરાયો કે યોગપ્રતિપક્ષી તરીકે ઓળખવામાં આવે છે. આ નવ છે–વ્યાધિ, સ્થાન, સંશય, પ્રમાદ, આળસ, અવિરતિ, ભ્રાંતદર્શન, અલબ્ધભૂમિકતા અને અનવસ્થિતતા.'
વ્યાધિનો અર્થ શારીરિક દુઃખ યા રોગ છે. રોગ થવાથી ચિત્ત વારંવાર રોગનો અને તેને દૂર કરવાના ઉપાયોનો વિચાર કરવામાં વ્યગ્ર રહે છે અને યોગમાં પ્રવૃત્ત થઈ શકતું નથી. આમ રોગીનું ચિત્ત શારીરિક સ્વાસ્થના અભાવમાં સ્થિરતા સાધવાનો અભ્યાસ કરી શકતું નથી.
સ્યાનનો અર્થ છે મૂઢતા યા અકર્મણ્યતા. ખરેખર તો અમુક કાર્ય કરવાની ઇચ્છા હોવા છતાં તે કાર્ય કરવાનું સામર્થ્ય ન હોવું તે સ્થાન છે. પ્રસ્તુત સંદર્ભમાં ચિત્તને સ્થિરતા સંપાદન કરવાની ઇચ્છા હોવા છતાં તે સ્થિરતા સંપાદન કરવાનું તેને અસામર્થ્ય તે સ્થાન છે. આવું ત્યાનયુક્ત ચિત્ત એકાગ્ર થઈ શકતું નથી.
સંશયનો અર્થ છે બે વિકલ્પો વચ્ચે ઝોલાં ખાવાં તે. આવાં ઝોલાં ખાતું ચિત્ત નિર્ણયના અભાવે દૃઢપણે કોઈ પણ કાર્યમાં પ્રવૃત્ત થઈ શકતું નથી. એટલે પ્રસ્તુતમાં પણ યોગ સિદ્ધ થતો હશે કે નહિ ?', યોગસાધનોનો વર્ણવવામાં આવતો મહિમા ખરો હશે કે ખોટો ?', “યોગનું ફળ દુઃખમુક્તિ હશે કે નહિ?' વગેરે સંશયો કરનારું ચિત્ત યોગાભ્યાસમાં દૃઢપણે પ્રવૃત્ત થઈ શકતું નથી.
પ્રમાદનો અર્થ છે બેપરવાહી યા અજાગૃતિ. જો કોઈ કાર્ય કરવા તત્પર થયા પછી તેને પાર પાડવાના ઉપાયોમાં બેપરવાહ રહીએ તો તે કાર્ય સિદ્ધ થતું નથી. તેવી જ રીતે ચિત્તની સ્થિરતા સાધવા તૈયાર થયેલી વ્યક્તિ તે માટેના ઉપાયોમાં બેપરવાહ રહે તો તે ચિત્તની સ્થિરતા સાધી આપનાર ઉપાયો પ્રત્યેની બેપરવાહી એ પ્રસ્તુત સંદર્ભમાં પ્રમાદ છે.
આળસ એટલે શરીર અને ચિત્તનું ભારેપણું. શરીર કફની વૃદ્ધિને લીધે ભારે થાય છે અને ચિત્ત તમસૂની વૃદ્ધિને લીધે ભારે થાય છે. આ ભારેપણું સાધકને યોગાભ્યાસમાં પ્રવૃત્ત થવા દેતું નથી.