________________
યોગદર્શન
ન
વ્યવહારાવિસંવાદી છે. રાહુ અને માથું એ બે ભિન્ન નથી. રાહુ માથારૂપ જ છે. રાહુ અને માથાનો ભેદં નથી તેમ છતાં ‘રાહુનું માથું’ એવા શબ્દો સાંભળી તેમના ભેદનું જ્ઞાન થાય છે. અહીં બહાર ભેદ ન હોવા છતાં માત્ર શબ્દોના સામર્થ્યથી ભેદનું જ્ઞાન થાય છે. ધગધગતો લોઢાનો ગોળો બાળે છે' આ શબ્દો પોતાના સામર્થ્યથી અગ્નિ અને લોઢાના ગોળા વચ્ચે અભેદ ન હોવા છતાં તેમના અભેદનું જ્ઞાન ચિત્તમાં જન્માવે છે. અહીં બહાર અભેદ ન હોવા છતાં માત્ર શબ્દોના સામર્થ્યથી ચિત્તમાં અભેદનું જ્ઞાન ઊઠે છે. આ વિકલ્પજ્ઞાનની ખૂબી એ છે કે આપણે જાણતા હોઈએ કે રાહુ અને તેના માથા વચ્ચે ભેદ નથી તેમ છતાંય આપણે ભેદપ્રતિપાદક ‘રાહુનું માથું’ એ શબ્દપ્રયોગ કરતાં અટકતા નથી, અથવા તો રાહુ અને તેના માથા વચ્ચે ભેદ નથી એવું જાણનારાય આપણા એવા શબ્દપ્રયોગનો વિરોધ કરતા નથી. આમ રાહુ અને તેના માથા વચ્ચે ભેદ નથી એવું જ્ઞાન આપણને હોય કે ન હોય આપણે શબ્દપ્રયોગ તો ભેદપ્રતિપાદક ‘રાહુનું માથું' એવો જ કરીએ છીએ. અહીં આપણે એક વાત ધ્યાનમાં રાખીએ કે જેમ શબ્દ વિકલ્પનો જનક છે તેમ વિકલ્પ પણ શબ્દનો જનક છે. ચિત્તમાં વિકલ્પ ઊઠ્યા વિના વક્તા ‘રાહુનું માથું’ એવો શબ્દપ્રયોગ કરે નહિ. વિકલ્પની યોનિ શબ્દ છે અને શબ્દની યોનિ વિકલ્પ છે. આમ વિકલ્પ પહેલો કે શબ્દ પહેલો એવો પ્રશ્ન નિરર્થક છે. તેમની શૃંખલા બીજ અને અંકુરની શૃંખલાની જેમ અનાદિ છે.
ન
૨૧૫
વિકલ્પરૂપ જ્ઞાન શબ્દ વડે ઉત્પન્ન થાય છે છતાં તે શબ્દપ્રમાણ નથી કારણ કે વિકલ્પ વસ્તુને ગ્રહણ કરતો નથી જ્યારે શબ્દપ્રમાણ વસ્તુને ગ્રહણ કરે છે. વળી, વિકલ્પ વસ્તુને ગ્રહણ કરતો નથી તેમ છતાં તે વિપર્યય પણ નથી કારણ કે વિકલ્પ ઉપર આધારિત શબ્દપ્રયોગ, વગેરે વ્યવહાર કદીય બાધ પામતો નથી જ્યારે વિપર્યય ઉપર આધારિત વ્યવહાર પ્રમાણજ્ઞાનથી વિપર્યયનો બાધ થતાં જ બાધિત થઈ જાય છે, અટકી જાય છે.૧૫
નિદ્રા
જાગ્રત અને સ્વપ્નની અવસ્થામાં ઉદ્ભવતી ચિત્તની વૃત્તિઓનો સુષુપ્તિની અવસ્થા વખતે ચિત્તમાં લય થાય છે. જાગૃત અને સ્વપ્નની અવસ્થામાં શકય જ્ઞાનોમાંનું કોઈ પણ જ્ઞાન સુષુપ્તિમાં હોતું નથી. આનું કારણ ચિત્તસત્ત્વને ઢાંકી દેનારું ચિત્તમાં પ્રબળ બનેલું તમોદ્રવ્ય છે. આ તમોદ્રવ્યને જાણનારી ચિત્તની વૃત્તિ નિદ્રા કહેવાય છે.૧૬ આમ નિદ્રા એ જ્ઞાનના અભાવરૂપ નથી પણ જ્ઞાનવિશેષરૂપ છે. યોગદર્શન સુષુપ્તિમાં જ્ઞાન માને છે. જો સુષુપ્તિમાં જ્ઞાન ન હોય તો સુષુપ્તિમાંથી જાગેલાને ‘હું સુખપૂર્વક સૂતો હતો, મને કાંઈ ભાન ન હતું' એવું સ્મરણ થાય છે તે ન થવું જોઈએ. સુષુપ્તિમાંથી જાગેલાને થતું આવું જ્ઞાન સ્મૃતિરૂપ છે. સ્મૃતિ અનુભવેલા વિષયની જ થાય. તેથી સુષુપ્તિમાં સુખનો અને અજ્ઞાનનો અનુભવ હોય છે એમ સ્વીકારવું જોઈએ.1 અહીં એ ધ્યાનમાં રાખીએ કે બધી જ સુષુપ્તિઓમાં સુખનો અનુભવ થતો નથી પરંતુ જે સુષુપ્તિઓમાં તમોગુણ પ્રધાન હોય, સત્ત્વગુણ ગૌણ હોય અને રજોગુણ અત્યંત ગૌણ