________________
લેખક પરિચય
શ્રી નગીનદાસ જીવણલાલ શાહને જન્મ સને ૧૯૩૧ માં સાયલામાં (સુરેન્દ્રનગર જિલે) થયેલ છે. પંડિત શ્રી સુખલાલજીના માર્ગદર્શન નીચે તૈયાર કરેલ અને ગુજરાત યુનિવસિર્ટીની - પીએચ. ડી. પદવી માટે માન્ય થયેલો તેમને મહાનિબંધ “Akalanika's Criticism of Dharmakiti's," Philosophy : A study' પ્રકાશિત થયો છે. ઉપરાંત, તેમણે પ્રખ્યાત નિયાયિક જયંત ભટ્ટની ન્યાયમંજરી ઉપરની એક માત્ર ટીકા “ન્યાયમંજરીગ્રથિભંગ’નું સાંશોધન-સંપાદન કર્યું છે. ઉપરાંત, તેમણે અંગ્રેજી અને ગુજરાતીમાં બીજા સાત ગ્રંથ લખ્યા છે અને અનેક સંપાદને કર્યા છે, તેમણે જામનગરની ડી. કે. વી. કૅલેજમાં થોડાં વર્ષ સંસ્કૃતના અધ્યાપક તરીકે કાર્ય કર્યું છે. પછી તેઓ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (અમદાવાદ) ના તેઓ અધ્યક્ષ હતા; હાલ તેઓ નિવૃત્ત છે, તેઓ સાંસ્કૃતિ ગ્રંથમાળા ના સંપાદક છે.