________________
૧૮૬
પદર્શન તેનું ઉદાહરણ નીચે પ્રમાણે છે : “જે વસ્તુઓ વચ્ચે સંયોગ સંભવતો નથી તેમની વચ્ચે ભેદ હોતો નથી, કારણ અને કાર્ય વચ્ચે સંયોગ સંભવતો નથી, એટલે તેમની વચ્ચે ભેદ નથી." એક સ્થાને આ પ્રમાણે જણાવી બીજે સ્થાને વાચસ્પતિ કહે છે કે નિષેધ કરતા કરતા બાકી રહે તે જ જે અનુમાનનો વિષય બને તે શેષવતું. આનું સરળ ઉદાહરણ જોઈએ. ત્રણ પેટીમાંથી એકમાં રત છે તે આપણે જાણીએ છીએ પણ કઈ પેટીમાં છે તે જાણતા નથી. પહેલી પેટી તપાસી, તેમાં રત ન જણાયું. બીજી પેટી તપાસી. તેમાંથી પણ તે ન નીકળ્યું. એટલે ત્રીજી પેટી તપાસ્યા વિના અનુમાન કરીએ છીએ કે ત્રીજી પેટીમાં રત છે. “ત્રણમાંથી એક પેટીમાં રત છે, આ પ્રથમ પેટીમાં રત નથી, આ બીજી પેટીમાં રસ નથી, એટલે આ ત્રીજીમાં રત છે.” તૈયાયિકોને મતે શબ્દ ગુણ છે. આ ગુણ કોનો છે એ સિદ્ધ કરવા તૈયાયિકો શેષવત્ અનુમાનનો પ્રયોગ કરે છે. પૃથ્વી વગેરે આઠ દ્રવ્યોને એકે એકે લઈ નક્કી કરે છે કે શબ્દ ગુણ તેમનામાં સંભવતો નથી. વળી શબ્દ ગુણ હોઈ એ કોઈ ગુણમાં કે કોઈ ક્રિયામાં રહેતો પણ સંભવે નહિ. એટલે છેવટે અનુમાન કરવામાં આવે છે તે બાકી રહેલા નવમા દ્રવ્ય આકાશનો તે ગુણ છે. આનું બીજું નામ પરિશેષ અનુમાન પણ છે.*
ઉપર “પૂર્વવત્' વગેરે અનુમાનોનું જ સ્વરૂપ બતાવ્યું છે તે વાચસ્પતિ અનુસાર છે. યુક્તિદીપિકાકાર કંઈક ભિન્ન મત ધરાવે છે. તેમને મતે “પૂર્વવતુ' શબ્દમાંના ‘પૂર્વ'નો અર્થ છે કારણ; એટલે કારણ ઉપરથી ભવિષ્ય કાર્યનું જે અનુમાન તેને પૂર્વવત્' કહેવાય છે. એનાં ઉદાહરણો છે વાદળો ઉપરથી વર્ષાનું અનુમાન, વગેરે. “શેષવતું શબ્દમાં “શેષ'નો અર્થ છે કાર્ય; એટલે કાર્ય ઉપરથી કારણનું જે અનુમાન તે “શેષવત્' કહેવાય છે. એનાં ઉદાહરણો છે ધૂમ ઉપરથી અગ્નિનું અનુમાન, વગેરે. યુક્તિદીપિકાકારનો “સામાન્યતો દૃષ્ટ' અનુમાન વિશેનો મત વાચસ્પતિના મત જેવો જ છે.૪૯
પૂર્વવત્ની તેમ જ “શેષવત્'ની આ બંને વ્યાખ્યાઓ ન્યાયભાષ્યમાં મળે છે." ગૌડપાદભાષ્યમાં વર્ણવવામાં આવેલ પૂર્વવત્’ અને ‘શેષવ’ વાચસ્પતિએ વર્ણવેલ પૂર્વવતુ” અને “શેષવતુથી કંઈક ભિન્ન છે. ગૌડપાદ જણાવે છે કે જ્યારે સાધ્ય અને હેતુ પૂર્વદષ્ટ હોય ત્યારે અનુમાન ‘પૂર્વવતુ” કહેવાય છે. એટલે આમાં કાર્ય ઉપરથી કારણનું અને કારણ ઉપરથી કાર્યનું અનુમાન બંનેય સમાઈ જાય છે. મેઘોદય ઉપરથી વૃષ્ટિનું અનુમાન લો કે ધૂમ ઉપરથી અગ્નિનું અનુમાન લો. બંનેય સ્થળે સાધ્ય અને સાધન પૂર્વે ઘણીવાર આપણે સાથે સાથે જોયાં છે. ગૌડપાદને મતે “શેષવતું અનુમાનનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. અંશીના એક અંશના વિશિષ્ટ ગુણ ઉપરથી બાકીના અંશોમાં તે વિશિષ્ટ ગુણના હોવાનું અનુમાન કરવું તે શેષવત્ અનુમાન છે. સમુદ્રના એક જલબિંદુને ચાખી તે ખારું જણાતાં સમુદ્રનાં બધાં જ જલબિંદુઓ ખારાં છે એવું અનુમાન શેષવત્ છે.' સગડી ઉપર મૂકેલી તપેલીમાંથી ચોખાનો એક દાણો કાઢી દબાવી જોતાં તે ચડી