________________
સાંખ્યદર્શન
૧૩૯ આ તેનું આંતરકાર્ય છે. જીવનું ધર્મમાંથી અધર્મ તરફ જવું કે અધર્મમાંથી ધર્મ તરફ જવું એ અપાનને આભારી છે. આ તેનું બાહ્ય કાર્ય છે. દેહમાં પ્રાણવાયુની નીચે એનું સ્થાન છે અને પ્રાણવાયુની અપેક્ષાએ એ બળવાન છે. પ્રાણવાયુને નીચે તરફ ખેંચી ત્યાં પકડી રાખવાનો તે પ્રયત્ન કરે છે. “સમાન” શબ્દનો અર્થ છે સહાવસ્થાન અને સહભાવ. સમાન વાયુ પ્રાણ અને અપાન વચ્ચે તેમની સાથે સહાવસ્થાન કરે છે. આ એની આત્તર ક્રિયા છે. એની બાહ્ય ક્રિયાના પ્રભાવે લોકો સાથે મળી દાન કરે છે, સાથે મળી રહે છે, વગેરે. પ્રાણ અને અપાનની અપેક્ષાએ તે બળવાન છે, કારણ કે તે પ્રાણ અને અપાનની વચ્ચે રહી મધ્યસ્થરૂપે તેમને સમતોલ રાખવાનો પ્રયત્ન કરે છે; બન્નેને મધ્યમાં ખેંચવા તે પ્રયત્ન કરે છે. “ઉદાન' શબ્દનો અર્થ છે મસ્તકાવરોહણ અને આત્મોત્કર્ષ, ઉદાન વાયુ દેહસ્થ રસ અને ધાતુને પ્રાણ, અપાન અને સમાન વાયુઓનાં સ્થાનોને વટાવી શિરોદેશ સુધી ખેંચી જાય છે. પછી ત્યાંથી બાધા પામી આ ઉદાન વાયુ પાછો નીચે ઊતરવા માંડે છે અને મુખ દ્વારા વર્ણ, શબ્દ, વાક્ય, શ્લોક, વગેરેના ઉચ્ચારનો હેતુ બને છે. આ એની આન્તર ક્રિયા છે. એની બાહ્ય ક્રિયાના પ્રભાવે જીવમાં આત્મોત્કર્ષમૂલક અભિમાન જાગે છે; “હું ઉચ્ચ છું,’ ‘હું તેમનાથી વધુ ઉન્નત છું', “મારા જેવું ઉન્નત કોઈ નથી” વગેરે અભિમાનરૂપ ધારણાઓનું કારણ ઉદાન છે. આ પૂર્વોક્ત વાયુઓ કરતાં બળવાન છે કારણ કે આ વાયુ તે બધાને ઊર્વાભિમુખ કરે છે. “વ્યાન' શબ્દનો અર્થ છે શરીરવ્યાપ્તિ અને અત્યંત અવિનાભાવ. વ્યાનવાયુની આંતર ક્રિયાને પ્રતાપે લોમાઝથી માંડી નખાઝ સુધી સમસ્ત શરીરમાં લોહી, રસ વગેરેનું સંચરણ થાય છે. એની બાહ્ય ક્રિયાના બળે જીવોમાં અત્યન્ત સતાવસ્થાનની સ્પૃહા જન્મે છે. આ વાયુ પૂર્વોક્ત બધા વાયુઓથી બળવાન છે, કારણ કે વ્યાનવાયુ જેટલી ઘડી સમગ્ર દેહમાં વ્યાપ્ત હોય છે તેટલી ઘડી અન્ય વાયુ તેને અધીન થઈ એની સાથે મળીને રહે છે અને કાર્ય કરે છે. વ્યાનવાયુની ક્રિયાવિરતિની સાથે જ સમસ્ત દેહ ક્રિયાવિરત થઈ જાય છે. વ્યાનવાયુ સર્વાગે દેહને વ્યાપીને તેને ક્રિયાશીલ રાખે છે. વ્યાનવાયુની ક્રિયા અટકતાંની સાથે જ સમસ્ત દેહ ધીરે ધીરે ઠંડો પડી જાય છે. મૃત્યુકાળે જીવના દેહનાં જુદાં જુદાં અંગો ઠંડાં પડવાની સાથે જ દેહની ક્રિયા બંધ થઈ જાય છે. આ ઉપરથી પુરવાર થાય છે કે વ્યાનવાયુ સમસ્ત દેહમાં વ્યાપીને દેહને ક્રિયાશીલ રાખે છે. • * પ્રાણ વગેરે પાંચ વાયુઓ કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય અને અહંકારને સાંખ્યમાં “પ્રાણાષ્ટક નામ આપવામાં આવ્યું છે. આ પ્રાણાષ્ટક અછઘ, અભેદ્ય, અદાહ્ય અને અવિનાશ્ય છે.
જ્યાં સુધી સૃષ્ટિપ્રવાહ ચાલ્યા કરે છે ત્યાં સુધી તેમની સ્થિતિ છે. તેઓ જ એક દેહમાંથી બીજા દેહમાં જાય છે અને તેઓ જ અત્તરાલગતિમાં જીવના આશ્રયરૂપ છે.”
યોગભાષ્યમાં અને તત્ત્વવૈશારદીમાં પાંચ વાયુનું નિરૂપણ છે. યોગભાષ્યને મતે પાંચ વાયુઓમાં પ્રાણવાયુ પ્રધાન છે,' કારણ કે દેહમાંથી પ્રાણવાયુના જવા સાથે બીજા ચારેય વાયુ દેહમાંથી જતા રહે છે. પરંતુ યુક્તિદીપિકાના મતે વ્યાનવાયુ સર્વપ્રધાન છે.