________________
૯૫
સાંખ્યદર્શન પરિણામે, પ્રકૃતિનો મહત્તજ્વરૂપે પરિણામ થાય છે. ઈશ્વરકૃષ્ણ પંગુ અને અંધના સહકારની ઉપમા દ્વારા પ્રકૃતિની સાથેના પુરુષના સંયોગની ઉપયોગિતા સુંદર રીતે વર્ણવે છે. દેખતો હોવા છતાં પંગુ રસ્તે ચાલી શકતો નથી. બીજી બાજુ, ચાલવાની શક્તિ હોવા છતાં આંધળો રસ્તો જોઈ શકતો નથી. પરંતુ પંગુને જો આંધળાના ખભા ઉપર બેસાડી દઈએ તો પંગુ આંધળાને રસ્તે ચાલવાની દોરવણી આપી શકે. પંગુ અને અંધ પરસ્પર મિલન દ્વારા જે એક સમાન પ્રયોજન સાધે છે તે પ્રયોજન તે બેમાંથી કોઈ એક સ્વતંત્ર રીતે સાધવા શક્તિમાન નથી. આ જ રીતે પુરુષ નિષ્ક્રિય હોવા છતાં ચેતન છે ને પ્રકૃતિ સક્રિય હોવા છતાં અચેતન છે; બંને મળીને એક ક્રિયાશીલ ચેતન વ્યક્તિની જેમ કાર્ય કરે છે. એ કાર્ય છે મહત્તત્ત્વ વગેરેની ઉત્પત્તિ. અહીં પુરુષને પંગુની સાથે અને પ્રકૃતિને અંધની સાથે સરખાવી છે. પંગુ જેમ અંધને રસ્તે ચાલવાની દોરવણી આપે છે તેમ ચેતન નિષ્ક્રિય પુરુષ પણ અચેતન પરિણામી પ્રકૃતિને દોરવણી આપે છે, કાર્યોન્મુખ કરે છે. કેટલીક વાર એવી શંકા કરવામાં આવે છે કે અચેતન પ્રકૃતિ પ્રયોજનપૂર્વકની ક્રિયા કેવી રીતે કરી શકે? પ્રસ્તુત શંકાનું સમાધાન આ સમજૂતીમાંથી મળી રહેવું જોઇએ એમ લાગે છે. પ્રકૃતિને દોરવણી આપનાર તેની સાથે સંયુક્ત અષ્ટાધીન પુરુષ છે. સ્વયં ક્રિયાશીલ પ્રકૃતિની ક્રિયાને ભોગ તરફ વાળવી કે કૈવલ્ય તરફ વાળવી તે અદષ્ટાધીન પુરુષના હાથમાં છે. પ્રકૃતિની પ્રયોજનપૂર્વિક ક્રિયામાં ક્રિયાનું પ્રયોજનપૂર્વકત્વ પ્રકૃતિ સાથે સંયુક્ત પુરુષને કારણે છે. જ્યારે માત્ર ક્રિયા તે પ્રકૃતિને કારણે છેઃ પરન્તુ પ્રકૃતિ અને પુરુષનું જોડું એક વ્યક્તિની માફક વર્તે છે. પંગુઅંધવાળી કારિકા પછી આવતી એક કારિકામાં તો ઈશ્વરકૃષ્ણ કહે છે કે જેમ દૂધ અજ્ઞા હોવા છતાં વત્સવિવૃદ્ધિનિમિત્તે કરે છે તેમ પ્રધાન પણ અજ્ઞ હોવા છતાં પુરુષના વિમોક્ષને માટે પ્રવૃત થાય છે. આ વિધાનમાંથી શંકરાચાર્ય વગેરે વિરોધીઓએ એમ ફલિત કર્યું છે કે પુરુષ પ્રકૃતિને દોરવણી આપનાર છે. જો આવું ફલિત થતું ન માનીએ તો ઈશ્વરકૃષ્ણ અસંબદ્ધપ્રલાપી ઠરે. તેમને આવા ઠેરવવામાં કારિકાના ટીકાકારો વિરોધીઓને સહાયક થયા છે. પરંતુ અર્થઘટનનો પ્રયાસ કરીએ તો દૂધનું દષ્ટાન્ત પંગુઅંધના દષ્ટાન્તથી વિરુદ્ધ જતું નથી એમ અવશ્ય લાગશે. ગાયથી પ્રેરાયા વિના દૂધ વહેતું નથી. દૂધને “ચોરી લેવું કે વહેવડાવવું તે ગાયના હાથમાં છે. આ હકીકતને ધ્યાનમાં લેવી જ જોઈએ. એ ધ્યાનમાં લેતાં કારિકાનો અર્થ એવો થાય કે જેમ ગાયપ્રેરિત દૂધ અજ્ઞ હોવા છતાં વત્સવિવૃદ્ધિનિમિત્તે વહે છે તેમ પુરુષપ્રેરિત પ્રકૃતિ અજ્ઞ હોવા છતાં પુરુષના ભોગ ને અપવર્ગને માટે પ્રવૃત્ત થાય છે. અજ્ઞ હોવાને લીધે જ કોઈ બીજાને માટે પ્રવૃત્ત થઈ શકે જ નહિ એવું નથી. અજ્ઞ પણ બીજાને માટે પ્રવૃત્ત થઈ શકેજો તે ચેતનાધિષ્ટિત હોય, જો ચેતન પુરુષ તેને દોરનારો હોય.
પ્રકૃતિની મહતત્ત્વ વગેરે રૂપે પરિણતિ યાંત્રિક નથી પરંતુ ઉદ્દેશ્યમૂલક છે. પ્રકૃતિની આ પરિણતિના મૂળમાં બે ઉદ્દેશ્ય રહ્યાં છે-એક પ્રકૃતિ સંબંધી છે, બીજું પુરુષ સંબંધી. પ્રકૃતિ જ્યારે પુરુષની ભોગસામગ્રીરૂપે પરિણત થાય છે ત્યારે પ્રકૃતિસંબંધી ઉદ્દેશ્ય સિદ્ધ થાય છે. પ્રકૃતિ સુખ-દુઃખ-મોહાત્મક છે. એ સુખ-દુઃખનો અનુભવ કોઈ ન