________________
હોય તો જ નિપુળ અને સાધુ શબ્દથી યુક્ત ગૌણ નામને આ સૂત્રથી સપ્તમી વિભતિ થાય છે. તેથી નિપુનો મૈત્રો માતુ:’ - માતૈવૈનં નિપુર્ણ મન્યત ત્વર્થ:। અહીં પ્રશંસારૂપ અર્થ ગમ્યમાન ન હોવાથી નિપુણ્ શબ્દથી યુક્ત માતૃ નામને આ સૂત્રથી સપ્તમી વિભક્તિ થતી નથી. પરન્તુ ‘શેષે ૨-૨-૮૧’ થી ષષ્ઠી વિભતિ થાય છે. અર્થ - માતા પોતાના સેવાદિ કાર્યોને વિશે મૈત્રને નિપુણ માને છે. (બીજા લોકો એવું માનતા નથી. તેથી પ્રશંસા ગમ્યમાન નથી.) અહીં યાદ રાખવું કે- પ્રત્યાવિ નો પ્રયોગ ન હોય ત્યારે; પ્રશંસા ગમ્યમાન હોય તો . સાધુ શબ્દથી યુક્ત ગૌણનામને આ સૂત્રથી સપ્તમી વિભતિ થશે અને પ્રશંસા ગમ્યમાન નહીં હોય પરન્તુ માત્ર સ્વરૂપકથનનું જ તાત્પર્ય હોય ત્યારે પૂ. નં. ૨-૨-૧૦૨ થી સપ્તમી થશે અને નિન્દા - અપ્રશંસા ગમ્યમાન હોય તો કોઈ પણ [પૂર્વ કે આ] સૂત્રથી સપ્તમી નહીં થાય. અપ્રત્યાવાવિત્યેવ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ પ્રશંસા ગમ્યમાન હોય ત્યારે, પ્રતિ વગેરેનો પ્રયોગ ન હોય તો જ નિપુણ્ અને સાધુ શબ્દથી યુક્ત ગૌણ નામને સપ્તમી વિભક્તિ થાય છે. તેથી નિપુો ચૈત્રો માતરં પ્રતિ પરિ અનુ અમિ વા; અહીં પ્રશંસા ગમ્યમાન હોવા છતાં પ્રતિ વગેરેનો પ્રયોગ હોવાથી નિપુળ શબ્દથી યુક્ત ગૌણ નામ માતૃ ને આ સૂત્રથી સપ્તમી થતી નથી. પરન્તુ પૂ. નં. ૨-૨-૧૦૧ માં જણાવ્યા મુજબ દ્વિતીયા વિભક્તિ થાય છે. અર્થ (બધાનો) - માતાના વિષયમાં મૈત્ર નિપુણ છે. ।।૧૦।।
स्वेशेऽधिना २।२।१०४ ॥
સ્વ-શિતવ્ય અર્થાત્ જેનો સ્વામી હોય તે ધન દેશ વગેરે વસ્તુ. અધિ શબ્દથી યુક્ત સ્વ વાચક તેમજ સ્વામી - જ્ઞ વાચક ગૌણ નામને સપ્તમી વિભતિ થાય છે. અધિમાèજુ શ્રેષ્ઠિ:; અહીં અધિ શબ્દથી યુક્ત સ્વ વાચક ગૌણ નામ મધ ને તેમજ અધિ શ્રેષ્ઠિ મળ:; અહીં
१००