________________
મને પણ કંઈક બોલવા દો...
પૂજ્ય છબીલદાસભાઈ જે મારા વિદ્યાગુરુ છે. તેમની સત્પ્રેરણાથી એક ગ્રન્થ બહાર પડી રહ્યો હોય તે અમારા માટે અત્યન્ત આનંદની વાત છે. આ ગ્રન્થ પણ પાછો સિદ્ધહેમ વ્યાકરણ સમ્બન્ધી છે. પૂજ્ય વડીલ શ્રી છબીલદાસભાઈએ છેલ્લા ૫૦ વરસથી જૈનશાસનના અનેક સાધુ-સાધ્વીજી ભગવંતને પોતાની જ્ઞાનધારામાં ડુબાડ્યા છે. વ્યાકરણના પદાર્થો એમને જાણે કે આત્મસાત્ કર્યા છે.
આ પુસ્તક તેના સમાસ પ્રકરણ ઉપર કેન્દ્રિત થયું છે. સંસ્કૃત ભાષામાં હૃદય સ્વરૂપ કોઈ વસ્તુ હોય તો સમાસનું સ્થાન છે. જુદા જુદા સમાસના નિયમોને એકદમ સરળ બનાવીને પૂજ્યશ્રીએ જે કામ કર્યું છે. તે ખરેખર અદ્ભુત છે. સમાસ જેવા ગહન વિષયને અધ્યાપકે જે રીતે સરળ બનાવી દીધો છે. તે જોતા લાગે છે. ખરેખર મુશ્કેલ કામ પણ વિદ્વાન પુરુષના હાથમાં આવે તો કેટલું આસાન બની જાય છે....
સાચા જિજ્ઞાસુઓ એકવાર આ પુસ્તક જોઈ જશે તો લેખકશ્રીની • મહાનતા જાણ્યા વગર ન રહેશે.
આમ સર્વથા અજેય એવા ગ્રન્થ સમ્બન્ધી પુસ્તક લોકોને માટે પરંપરાએ મોક્ષનું કારણ બને એજ અભ્યર્થના સાથે વિરમું છું.
પં. શ્રી જગદીશ છોટાલાલ શાહ.
સુરત.