________________
ૐ અર્હમ્ નમઃ
પ્રાથન...
ગ્રન્થ, મહાગ્રન્થ, પુસ્તક કે પુસ્તિકાઓ અંગે પ્રસ્તાવના લખવાની પરંપરા ચાલુ છે. અને તે અતિઆવશ્યક છે. કારણ કે દરેક ગ્રન્થનાં કે પુસ્તકનાં સામાન્ય કે વિશેષ રહસ્ય અને તેની રૂપરેખા વગેરે દર્શાવનાર નાનું કે મોટું પ્રાથન હશે જ.
સંસ્કૃત, પ્રાકૃત, માગધી ભાષાનાં વિષયનાં ન્યાય, વ્યાકરણ કે સાહિત્યનાં વિષયનાં ઐતિહાસિક, ભૌગોલિક, વૈજ્ઞાનિક, નૈબંધિક, નૈતિક કે ધાર્મિક કોઈપણ પ્રકારનાં ગ્રન્થને વાંચવાનો પ્રારંભ કરતાં પહેલાં પ્રસ્તાવનાપ્રાકથનમાં નજર ફેરવી લેવાથી પુસ્તકનો સાર પ્રાપ્ત થતાં તે પુસ્તક તરફ વાંચવાની આંતરિક શ્રદ્ધા પ્રગટે છે !!!
આ પુસ્તક વ્યાકરણ વિષયક છે. વ્યાકરણ શિષ્ટ ભાષાની શુદ્ધ ભૂમિકા કરી આપે છે. વ્યાકરણ સ્પષ્ટ અને શુદ્ધ થતી ભાષામાં લાલિત્ય અને વિશિષ્ટતા પ્રાપ્ત કરી આપે છે. તેમાં પણ ખાસ કરીને સમાસ પ્રકરણનો વિષય મહત્ત્વનો છે. અને તેનો પ.પૂ. લાવણ્યશ્રીજી મ.સા. ના શિષ્યા-પ્રશિષ્યાઓએ અભ્યાસ કર્યો તેમાં પ.પૂ. મયૂરકળાશ્રીજી મ.સા.નાં શિષ્યા પ.પૂ. કૈરવયશાશ્રીજી મ.સા. અને પ.પૂ. પ્રશાંતયશાશ્રીજી મ.સા. એ અભ્યાસકાળે સતત જાગૃતિપૂર્વકની પ્રશંસનીય મહેનત કરી છે. એ મહેનતનાં કારણે તેઓશ્રીને ઘણો જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ પ્રાપ્ત થતાં દિન-પ્રતિદિન આ વિષયમાં તેઓશ્રીનો સ્વયં વિકાશ થતો રહ્યો છે.
આ વિષયને લગતાં સિદ્ધહેમલઘુવૃત્તિવિવરણ ભાગ-૧ જેમાં અધ્યાય ૧ ના ૧ થી ૩ પાદ છે તેમાં વિસ્તૃતરીતે સંજ્ઞા પ્રકરણ, સ્વરસન્ધિ અને વ્યંજનસન્ધિ આપવામાં આવી છે. ત્યાર પછી ભાગ-૨ પણ તેઓશ્રી તરફથી જ પ્રગટ થયો છે તેમાં અધ્યાય-૧ નો પાદ -૪ અને અધ્યાય-૨ નો પાદ-૧ એમ કુલ બે પાદમાં ષડ્રલિંગ પ્રકરણનું વિસ્તૃત નિરૂપણ કર્યું છે. તેમાં કારકપ્રકરણ લઈ લેવું જરુરી હતું. પણ સંજોગવશાત્ લઈ શકાયું ન હતું. અને આ સમાસના પુસ્તકમાં પણ લઈ શકાય તેમ નથી પણ તે અતિ મહત્ત્વનું હોઈ તે કા૨ક પ્રકરણ, ઇત્ત્વ-બત્ત્વ પ્રકરણ અને સ્ત્રીલિંગ પ્રકરણનું પુસ્તક ભાગ-૩ પૂજ્યશ્રી વહેલામાં વહેલી તકે બહાર પાડે તે માટે પૂજ્યશ્રીને વિનંતિ કરું છું.