________________
માંગવા ચ ચીજ છે...માત્ર પ્રસન્નતા [ ૩૫૩ . “દેહના સાક્ષીરૂપે આત્માએ દેહમાં નિવાસ કરવાને પણ દેહના માલિક રૂપે નહિ.” દેહનું નિરીક્ષણ કરવાનું કે તે મોક્ષમાર્ગમાં સહાયક બને છે કે વિઘાતક બને છે? જે દેહ ક્ષમાર્ગમાં વિઘાતક બને તે કહેવાનું ચલે કાલથી તમારી સાથે કડક હાથે કામ લઈશું. સ્વાધ્યાય-જ્ઞાનાર્જનમાં શરીર સાથ આપતું હતું તે દૂધ પીવા મળતું હતું. આજે સ્વાધ્યાય નથી કર્યો. ગાથા નથી કરી તે કાલથી દૂધત્યાગ. તીવ્ર તપ માટે દેહ સાથે આતે હતું તેથી, ઈન્દ્રિયની શક્તિ ક્ષીણ ન બની જાય તે માટે આજ સુધી થી આપતા હતા. હવે જે દેહ ઉગ્ર તપની ના પાડે છે તે આવતી કાલથી નેકર જે વ્યવહાર! રોટલી આપીશ પણ ઘી તે નહિ જ મળે. શ્રમણ સંઘની સેવા માટે, વૈયાવચ્ચે માટે શરીર સાથ આપતું હતું એટલે દેહને આરામ આપતું હતું, છ કલાક નિદ્રા લેવા દેતે હતે. હવે શરીર જે સેવા માટે તત્પર નથી તે, તેને કહી દઉં છું રાત્રે આરામ નહિ મળે. વગર મહેનતે સૂવાનું? ચલ, હવે તે સ્વાધ્યાય અને કાઉસ્સગ્નમાં સ્થિર રહેવું પડશે. શરીર સમાધિમાં સહાયક હતું તે તેને દવા ઔષધ અનુપાન અપાતાં હતાં સમાધિમાં પણ સાથે નથી તે, મારે ન છૂટકે કહેવું પડે છે, “ચલે તમારું કામ પૂરું થયું થાવ રવાના. “સેય તે મરણું ભવે.” પણ પ્રત્યેક પરિસ્થિતિમાં તારી પાસેથી શાસનની આરાધના કરાવીશ. મારા પ્રભુએ હજાર હિતશિક્ષાને સમાવી લે તેવું એક વચન કહ્યું છે ૨૩