________________
૩૦૨ ] સાત્વિકતા એ પ્રદશન નથી પણ આત્મદર્શન છે. સમાગમે જીવન નોંદનવન બને છે તેની પ્રશસ્તિ શિલાલેખ ઉપર નિર્જીવ અક્ષરથી લખાતી નથી. પણ મુખ દ્વારા • હરક્ષણે હર વખતે રસ્તુતિ થાય છે-“ભે સમથા ઉદ્ધત્તુ, પર અપાણ મેવ ય.” સભામાં જાહેર કરનાર ઘણાં મળે છે અને ઘણા કહે છે, “તમે મારા તારક છે. પણ, જ્યાં સુધી નમ્રુત્યું સૂત્રમાં સ્તુતિ કરી છે, તેવા તિન્નાણ તારયાણ' ન બનીએ, તેા સમજી લેવુ'. રતુતિ કરનાર ભાટ ચારણ અને તારી સ્તુતિ સાંભળનાર તુ નટ. આમાં અશ માત્ર પણ ફરક નહિ.’*
સાધક ! તુ દીક્ષા લે એટલે તને બધા મહાત્મા કહેશે. તારક કહેશે. ઉદ્ધારક કહેશે...પણ, તુ ભૂલે ચૂકે ય ગોટાળા નહિ કરી દેતો. તને બધા પ્રદામ કરી રહ્યા છે–તને સો સૌ પ્રેરણા દઈ રહ્યા છે—તમારામાં તારક બનવાની શક્તિ છે, સામર્થ્ય છે. તમારા નિજના રવાભાવિક સૌંદય ને વિકસિત કરી !
સંયુક્તાક્ષર રહિત, જોડાક્ષર વગરના, તારક શબ્દ ઉચ્ચારણમાં જેટલે સહેલે છે, તેટલેા જ આચરવામાં અધિક કઠિંન છે. તરવા માટે માનવે હલકાં બનવું પડે છે. જે ચીજ હલકી હાય તે જ પાણીમાં તરે છે, વજનદાર નીચે ડુબી જાય. તેમ “ જે આત્મા જ્ઞાન વડે હળવા અને તે તરી શકે અને તારી શકે, ” સાધક તારી ડબલ જવાખદારી છે, ખુદના કલ્યાણની અને વિશ્વના કલ્યાણની.