________________
૧૭૦ ] શ્રાવક એ છે કે સંપત્તિ વધે માગે સંચર્યા એટલે સદ્દગતિ. શુભભાવના-સંધ્યાન–આત્મવિકાસ નિશ્ચિત છે. - સાધક ! !! તારા પુણ્ય એટલાં મહાન છે–અસંખ્ય દેવેની તારા ઉપર મીટ છે. સમ્યફ દૃષ્ટિ દેવે તે તારા, જેવા પુણ્યની ઝંખના કરે છે. તારા સંયમના રાજમાર્ગ પર પ્રવેશ મેળવવા પેલા સર્વાર્થ સિદ્ધના દેવો તે હરણું. ફાળ મારવા તૈયાર છે. એક એક સાધુને જુવે છે અને તેઓ ભાવવિભોર બની ઊઠે છે. મહાત્મા ! તમારા સાધુજીવનનું એક વર્ષનું આયુષ્ય કેટલું મજાનું ભવ્ય. જે અમને તમારું (સંયમીનું) એક વર્ષ પણ મળે તે અમે શરતમાં અમારા તેત્રીશ સાગરોપમના દેવના આયુષ્યને મૂકી દઈએ.
મહાત્મા! તમારે માર્ચ મહાન છે. અમે સમસ્ત દેવે મળીને પણ તમારી સામે હાર જ મેળવીએ. અમારે જ પરાજ્ય નિશ્ચિત છે. આપની વિરતાની બિરદાવલી ગાવા સિવાય અમે શું કરી શકીએ.
સંયમી! તું હજી મૂઢ છે. એમ કહું ના કહેવાય તને શું કહું? ખરાબ શબ્દ કહેવાય નહિ. અને સારા શબ્દને દુરુપયેાગ થાય નહિ. બસ, મારા હૈયાની વાત હું તે કહીશ જ. તું મહાન બનવાને સર્જાયેલ છે. તારે જન્મ કાંકરા અને રેતીના ઢગલાં કરવા માટે નથી. એ તે મજૂર કરે. તું ક્યાં તે મહામાર્ગને મુસાફર બને, અથવા મહામાર્ગનું સર્જન કરે.