________________ જે સહન કરે તે પામે છે. પ્રતિકાર કરે તે ગુમાવે છે. [159 સંપ્રતિ મહારાજાને ભારતની ધરા પર અનેક રૂપે શાશ્વત કર્યા, શું સપ્રતિમહારાજની શક્તિ હતી પૃથ્વીને જિનમંદિરથી મંડિત કરી શકે? ના...ના. આર્ય સુહસ્તિ સૂરિ મહારાજ પાસે અમર સંજીવની હતી નશ્વર સંપત્તિ દ્વારા અનશ્વર કાર્યો કરાવી સંપ્રતિ મહારાજાને ઈતિહાસનું અમરપાત્ર બનાવવાની! તમે કાર્યને મહત્વ આપે છે. અમે કાર્યની દિશા સૂચવતા માર્ગદર્શક ગુરુઓને મહત્વ આપીએ છીએ. કાર્ય તે કઈ પણ કરી શકે પણ પ્રભુ આજ્ઞાનું પાલન તે શુરવીર જ કરી શકે. હજી કહું છું તમારી ગણત્રી, તમારી સમજ ખોટી છે. સાધુજીવનમાં જરાપણ દાન નથી કરવાનું છતાં સંયમ જ શ્રેયસ્કર છે. ભલા! પરિગ્રહનું પાપ રાખ્યું હોય તે પાપ ધોવા માટે દાન કરે. પણ જેણે પગ જ ન બગાડ્યો હોય તેણે ધોવાનું કેવું ? જેની પાસે પોતાનું કંઇક છે તે છેડે, દાન આપે પણ, જે ધન્યાત્માઓ વીતરાગને ધર્મ સમજાતાં વિશ્વ ઉપરથી માલિકી–હકક ઉઠાવી લીધો છે તેને આપવાનું બાકી રહે છે શું? જે દાન આપે છે તે કેટલા અંશમાં ધર્મ કરે છે? અને જે નિપરિગ્રહી બને છે તે કેટલા અંશમાં ધર્મ કરે છે. તે મને કહે. વીતરાગની આજ્ઞાનું સંપૂર્ણ પાલન તે સંયમમાં જ થાય. સંયમી બને તેજ વિતરાગના સામ્રાજ્યને માલિક