________________
દુશ્મનને ભૂલી કર્મને તિરસ્કારે તે સાચો વિરાગી [ ૧૨૧ છે. તે પછી મૃત્યુ કેમ જન્મ કેમ? આત્મા નિરંજન, નિરાકાર તે તેના ઉપર રાગદ્વેષ કેમ ? આત્મા અવ્યાબાધ સુખને માલિક છે. તે હું સુખી, હું દુખી, આવો અનુભવ કેમ? આત્મ સ્વભાવ અગુરુલઘુ, તો પછીનાના–મોટાને ભેદ કેમ?
બસ...“સત્યનું સંશોધન કર.” તે શું વિશ્વમાં સત્ય અને અસત્ય એ છે? સાચું અને ખોટું ? સમ્યગૂ અને મિથ્યા....મને શું સમજ પડે? હું તત્ત્વજ્ઞાની નથી. મને તે કેઈએ કર્યું તેનું અનુકરણ કરતાં આવડે. પરમાત્માના શાસનમાં શ્રદ્ધાથી અનુસરણ કરાય પણ અંધવિશ્વાસી બની અનુકરણ નથી કરવાનું. પરમાત્માના જીવનમાં જે બન્યું તે બધું નહિ કરવાનું.... પરમાત્માએ જે ઉપદેશ્ય તે કરવાનું. એટલે જ પરમાત્માએ કહ્યું છે “સત્યનું સંશોધન કર.”
UF આત્મ દ્વારા આત્મ સ્વરૂપ US સત્ય દ્વારા તત્ત્વજ્ઞાન.
IR સંશોધન દ્વારા સમ્યગું ચારિત્ર. SF આમ સમ્યગ દર્શન, સમ્યગૂ જ્ઞાન, સમ્યગુ ચરિત્ર
દ્વારા પ્રભુએ નિઃશેયને માર્ગ દર્શાવ્યા છે.
આ શાસનમાં કયાંય ચમત્કાર નહિ...દેવમાયા નહિ, ઈન્દ્રજાળ નહિ.પરમાત્માના સમવસરણમાં ચોસઠ ઈન્દ્ર હેય પણ, ઈદ્રો પ્રભુને છેડી કયાંય સેવા કરવા જાય નહિ. પરમાત્મા જ સત્યને ઉપદેશ આપે. ઈન્દ્રભૂતિ ગૌતમસ્વામી