________________
દ્વેષ એ સળગતી આગ છે, રાગ એ ઠંડી આગ છે. [ ૮૯ જ જોઈએ અને પચવ પણ જોઈએ. ચલ...ઉત્તરાધ્યયન જેવું શાસ્ત્ર નથી સમજતે, તે કંઈ નહીં સ્તવન તે સમજે છે ને? આનંદધનજી મહારાજે ઋષભદેવ પ્રભુના સ્તવનમાં શું લલકાર્યું? “કપટરહિત થઈ આતમ અરપણુઆનંદધન પદ રેહ” નિષ્કપટ શુદ્ધ સ્વભાવે દેવાધિદેવના ચરણે આત્મસમર્પણ એ જ ક્ષગિરિના આરેહણની તળેટી છે. સરળતા હોય તે જ શુદ્ધ સમ્યકત્વ પ્રગટ થાય. પ્રભુ!
મને સરળતા... સરળતા દ્વારા શુદ્ધિ અને શુદ્ધિથી ભાવેની વૃદ્ધિ....સમ્યકત્વ અને છેવટે મેક્ષ..
પ્રભુ ! મને મેલગિરિ પર આરોહણનું પ્રથમ સોપાન સરળતા આપ...
એ જ હાર્દિક પ્રાર્થના...