________________
(૪૩૮)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર
निर्वाणवर्णन.
શ્રી સુપાર્શ્વ પ્રભુ બેલ્યા, હે રાજન ! સમ્યકત્વ સહિત બાર
પ્રકારનો શ્રાવકધર્મ સંલેખના પર્યત વિસ્તાર તીર્થયાત્રા. પૂર્વક કહો અને દરેક અતિચારનું સ્વરૂપ પણ
દષ્ટાંત સહિત સમ્યક્ પ્રકારે કહ્યું. માટે હવે તું નિરતિચાર ગૃહિધર્મ પાળવામાં નિશ્ચલચિત્તે સાવધાન થા. આ પ્રમાણે પ્રભુના વચનામૃતનું પાન કરી દાનવીય રાજા ભગવાનને નમસ્કાર કરી બે , હે ભગવન ! કૃપા કરી અને શ્રાવકધર્મ આપે. જગદગુરૂએ નરેંદ્રને વિધિ સહિત ધર્મ દાન આપી શ્રી નંદિવર્ધન નગરમાંથી વિહાર કર્યો. પ્રથમ શત્રુંજય ગિરિની યાત્રા કરી અને ત્યારબાદ અનેક પુર, ગ્રામ, નગર વિગેરે સ્થાનમાં વિહાર કરી ગ્રહી અને મુનિઓના ધર્મને ઉપદેશ આપતા તથા ભવ્ય જનને દીક્ષાને અનુગ્રહ કરતા ભગવાન સર્વત્ર વિજય પ્રવર્તાવતા હતા. હવે ભગવાનની સેવામાં પંચાણું ગણધરે હતા. તેમજ ત્રણ લાખ મુનિઓ, ચાર લાખ ત્રિશહજાર સાધ્વીઓ, બે લાખ સત્તાવન હજાર શ્રાવકે અને ચાર લાખ તાણું હજાર શ્રાવિકાઓ હતી. તેમજ બે હજારને ત્રીશ ચતુર્દશ પૂર્વધારી મુનિઓ, અગીયાર હજાર કેવલજ્ઞાની મુનિએ, પંદર હજાર ત્રણસે વૈક્રિય લબ્ધિવાળા અને આઠ હજાર ચાર વાદિ મુનિઓ, નવ હજાર અવધિજ્ઞાનિ તેમજ નવ હજાર એકસોને પચાશ મન:પર્યવજ્ઞાની મુનિઓથી સેવાતા શ્રી સુપાર્શ્વપ્રભુ ગ્રામ, આકર અને નગરાદિક સ્થલેમાં વિચરતા, પંડિતેના વિવિધું પ્રશ્નોના ઉત્તર આપતા, ભવ્ય પ્રાણીઓને પ્રતિબંધ આપીને ઉત્તમ જ્ઞાનરૂપી સૂર્યના કિરણો વડે તેમના હૃદયરૂપી ઘરમાંથી અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરતા સંમેતગિરિ ઉપર ગયા. ત્યાં જ્ઞાનવડે પિતાને