________________
સદૃનીકથા.
(૩૪૭) પાત્ર અને વસ્ત્ર લઈ સકીની મુલાકાત ધનને પ્રભાવ. માટે આવવા લાગ્યા. તેમજ બહુ ગાયક
* લેકે વધાઈને માટે આવ્યા કરે છે, વળી સ્વજન વર્ગ ત્યાંને ત્યાંજ બેસી રહે છે. શાસ્ત્રમાં કહ્યું છે કેसंपदि सपदि घटन्ते, कुतोऽपि संपत्ति सह भुवो लोकाः। वर्षाभूनिवहा इव, काले कोलाहलं कृत्वा ॥
અર્થ–“વર્ષાકાલમાં દેડકાઓના સમૂહની માફક સંપત્તિના સમયમાં લક્ષમીના સંબંધવાળા લેકે એકદમ કોલાહલ કરીને કયાંયથી પણ એકઠા થઈ જાય છે.” આ પ્રમાણે લક્ષમીને મહિમા જોઈ સદ્ગ બહુ ખુશી થઈ ગાયકજન સાથે જિનમંદિરમાં ગયા. પછી વિધિસહિત સ્નાત્ર પૂજા કર્યા બાદ ધર્મ નિમિત્તે બહુ દ્રવ્યને વ્યય કરી સ્વજન સહિત પુન: પોતાને ઘેર આવ્યું. પશ્ચાત સાધુ વર્ગને સંવિભાગ કરીને પોતે ભેજન કર્યું. એ પ્રમાણે હમેશાં ધર્મક્રિયા કરે છે. ત્યારબાદ તેણે દૂર દેશાંતરમાં વેપાર ચલાવ્યું અને ધર્મમાં પણ વિશેષ ઉદ્યમ કરવા લાગે. કદાચિત તેણે સંક્ષેપથી દિગવ્રત ગ્રહણ કર્યું કે, મન, વચન
અને કાયાથી બન્ને પ્રકારે આજથી એક દિગવતને સંક્ષેપ મહિના સુધી કોઈપણ કાર્ય પ્રસંગે પચીશ
જનથી વધારે હારે ગમન કરવું નહીં. વળી પ્રથમ તેણે ચારે દિશાઓમાં મળીને દોઢસો જનની છુટ રાખેલી હતી. હવે કોઈક પુરૂષે તેને સમાચાર આપ્યો કે, સ્થાવર નગરના રાજાનું લશ્કર શ્રીનગર પ્રત્યે જવાનું છે. ત્યારબાદ સદ્ભ શ્રેષોએ પિતાને દિગવ્રત હેવાથી એક પત્ર લખી પોતાના નેકર સાથે ત્યાં રહેલા પિતાના માણસ ઉપર મોકલાવ્યું અને પત્રમાં લખ્યું હતું કે, અહીંથી સર્વ સૈન્ય સહિત સ્થાવર નગરને રાજા